મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ અને ટાટા મોટર્સ જેવી ટોચની કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે બમ્પર ઑફર્સ આપી રહી છે.
નવી કાર ખરીદવાની આ છે બેસ્ટ તક! મારુતિ, ટાટા અને મહિન્દ્રાની કાર પર ₹3.50 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
એપ્રિલ મહિનામાં નવી કાર ખરીદનારાઓ માટે શાનદાર ઑફર્સ. ઇલેક્ટ્રિક વાહનો પર સૌથી વધુ ફાયદો.

- નવા નાણાકીય વર્ષમાં કાર ખરીદવા પર ₹3.50 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ.
- મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ, ટાટા મોટર્સ શ્રેષ્ઠ ઑફર્સ આપી રહ્યા છે.
- Nexaa, Arena, Hyundai, Tata ના પસંદગીના મોડલ્સ પર લાભ.
- EVs પર ₹3.50 લાખ સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ.
Car discounts April: જો તમે આ એપ્રિલ મહિનામાં નવી કાર ખરીદવાનું મન બનાવી રહ્યા છો, તો તમારા માટે એક જોરદાર સમાચાર છે. નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ અને ટાટા મોટર્સ જેવી ટોચની કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે બમ્પર ઑફર્સ લઈને આવી છે. તમને જાણીને ખુશી થશે કે, મોડલ અને વેરિઅન્ટના આધારે તમે ₹3.50 લાખ સુધીનું જંગી ડિસ્કાઉન્ટ અને અન્ય લાભ મેળવી શકો છો. નાણાકીય વર્ષ 2026 માં ઓટોમોબાઇલ ઈન્ડસ્ટ્રીએ શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં મારુતિ પહેલા નંબરે છે, જ્યારે ટાટા અને મહિન્દ્રાએ વેચાણમાં હ્યુન્ડાઇને પણ પાછળ છોડી દીધી છે.
મારુતિ સુઝુકીની જોરદાર ઑફર્સ
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી તેના પ્રીમિયમ 'Nexa' પોર્ટફોલિયો પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપી રહી છે. અહીં તમને ₹2.15 લાખ સુધીના લાભ મળી શકે છે.
ફ્રાંક્સ (Fronx) પર ₹55,000 સુધીનો ફાયદો.
લોકપ્રિય ગ્રાન્ડ વિટારા પર ₹1.07 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ.
Invicto MPV પર કંપની સૌથી વધુ ઑફર્સ આપી રહી છે.
સામાન્ય માણસની પસંદ 'Arena' સિરીઝની વાત કરીએ તો:
એન્ટ્રી-લેવલની કાર (Alto K10, S-Presso, WagonR, Celerio) પર ₹37,500 સુધીના લાભ.
Swift જેવી કાર પર ₹45,000 સુધીની ઑફર્સ.
જોકે, આ મહિને ડિમાન્ડમાં રહેલી Dzire અને Ertiga પર કંપની કોઈ ઑફર નથી આપી રહી.
હ્યુન્ડાઇ પણ આપી રહી છે ઑફર્સ
બીજી તરફ, હ્યુન્ડાઇ તેની પસંદગીની કાર પર ₹60,000 સુધીના લાભ આપી રહી છે.
Grand i10 Nios અને Alcazar પર ₹60,000 સુધીનું ડિસ્કાઉન્ટ.
i20 પર ₹50,000 અને Verna પર ₹35,000 સુધીનો ફાયદો.
Aura પર ₹15,000 સુધીનું ડિસ્કાઉન્ટ.
આ ઉપરાંત ₹20,000 સુધીના વધારાના લાભ પણ મળી શકે છે. જોકે, ક્રેટા અને વેન્યુ જેવી બેસ્ટ સેલિંગ કાર પર અત્યારે કોઈ ડિસ્કાઉન્ટ નથી.
ટાટા મોટર્સની પેટ્રોલ-ડીઝલ અને EV પર બમ્પર ઑફર્સ
ટાટા મોટર્સ તેના પેટ્રોલ અને ડીઝલ વાહનો પર ₹55,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે:
નવી Curvv પર ₹55,000 સુધી.
હેરિયર અને સફારી પર ₹45,000 સુધી.
ટિયાગો, ટિગોર અને નેક્સન પર ₹30,000 સુધીનો ફાયદો.
સૌથી વધુ ફાયદો ટાટાના ઇલેક્ટ્રિક વાહનો (EV) પર થઈ રહ્યો છે:
Curvv.ev ખરીદવા પર ₹3.50 લાખ સુધીની ધરખમ છૂટ!
Harrier.ev પર ₹2.75 લાખ અને Tiago.ev પર ₹1.60 લાખ સુધીનો ફાયદો.
Nexon.ev પર ₹70,000 સુધીની ઑફર.
આ તમામ ઑફર્સ એપ્રિલ 2026 ના અંત સુધી જ માન્ય છે. તેમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, સ્ક્રેપેજ અને લોયલ્ટી બેનિફિટ્સ સામેલ છે. યાદ રાખો કે, તમારી ડીલરશિપ અને શહેર પ્રમાણે આ ડિસ્કાઉન્ટની રકમમાં થોડો ફેરફાર થઈ શકે છે.
Frequently Asked Questions
એપ્રિલ 2024 માં કઈ કાર કંપનીઓ ડિસ્કાઉન્ટ આપી રહી છે?
મારુતિ સુઝુકી કયા મોડલ પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપી રહી છે?
મારુતિ સુઝુકી તેના પ્રીમિયમ 'Nexa' પોર્ટફોલિયો પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપી રહી છે, જેમાં ગ્રાન્ડ વિટારા પર ₹1.07 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ સામેલ છે.
હ્યુન્ડાઇ કઈ કાર પર ₹60,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે?
હ્યુન્ડાઇ Grand i10 Nios અને Alcazar જેવી કાર પર ₹60,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
ટાટા મોટર્સ EV પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે?
ટાટા મોટર્સ Curvv.ev પર ₹3.50 લાખ સુધીની અને Harrier.ev પર ₹2.75 લાખ સુધીની ધરખમ છૂટ આપી રહી છે.
આ કાર ડિસ્કાઉન્ટ ઓફર ક્યાં સુધી માન્ય છે?
આ તમામ ઑફર્સ એપ્રિલ 2026 ના અંત સુધી જ માન્ય છે, જેમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, સ્ક્રેપેજ અને લોયલ્ટી બેનિફિટ્સ સામેલ છે.






















