(Source: ECI/ABP News/ABP Majha)
Mercedes-Benz EQB : જાણો શું છે 7 સીટર ઈલેક્ટ્રિક SUV મર્સિડીઝ EQBની ખાસીયત
EQBનો લૂક વધુ બોક્સી લાગે છે જે EQC કરતા તદ્દન વિરૂદ્ધ છે. તે 'બેબી જીએલએસ' ના વાઇબ્સ ધરાવતી ટ્ર-બ્લ્યૂ SUV જેવી લાગે છે. તે એક કોમ્પેક્ટ એસયુવી છે પરંતુ ઊંચી રૂફલાઈનના કારણે ખૂબ જ અદભુત લાગે છે.
Mercedes-Benz EQB: 7 સીટર કોમ્પેક્ટ લક્ઝરી એસયુવી હોવા ઉપરાંત મર્સિડીઝની EQB ઇલેક્ટ્રિક એસયુવીમાં અન્ય અનેક સુવિધાઓ આપવામાં આવી છે. તાજેતરમાં જ માર્કેટમાં આ કારની ટક્કરમાં કોઈ જ નથી કારણ કે, આ કિંમતની સરખામણીમાં 7 સટર ક્ષમતા ધરાવતી અન્ય કોઈ ઇલેક્ટ્રિક SUV ઉપલબ્ધ નથી. તેથી બજારમાં પહેલેથી રહેલી EQC કરતાં EQB વધુ સારો વિકલ્પ હશે.
EQBનો લૂક વધુ બોક્સી લાગે છે જે EQC કરતા તદ્દન વિરૂદ્ધ છે. તે 'બેબી જીએલએસ' ના વાઇબ્સ ધરાવતી ટ્ર-બ્લ્યૂ SUV જેવી લાગે છે. તે એક કોમ્પેક્ટ એસયુવી છે પરંતુ ઊંચી રૂફલાઈનના કારણે ખૂબ જ અદભુત લાગે છે. GLBની સરખામણીમાં જે દેશમાં પહેલેથી જ ઉપલબ્ધ છે તેવી EQB બ્લેક પેનલ ગ્રિલ અને કેટલાક EV જેવા ટચ સાથે ખૂબ જ આક્રમક લાગે છે. આ સાથે તેની LED સ્ટ્રીપ પણ ઘણી અદભુત લાગે છે. તેનો રોઝ ગોલ્ડ કલર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.
તેના ઈન્ટિરિયરમાં મર્સિડીઝનો સ્પેશિયલ લુક મળે છે. અહીં ક્વોલિટી વિશે વાત કરવી અયોગ્ય ગણાશે કારણ કે, કિંમતની સરખામણીએ તેનું ઈન્ટીરિયર અપેક્ષા કરતાં વધુ સારું અને વધુ પ્રીમિયમ લાગે છે. રોઝ ગોલ્ડ વેન્ટ્સ જેવી કેટલીક વસ્તુઓને કારણે તે અલગ જ તરી આવે છે અને વધુ આકર્ષક લાગે છે. તેમાં ડ્યુઅલ 10.25-ઇંચ સ્ક્રીન છે. તેમજ EQSથી વિપરીત ઘણા ફિઝિકલ બટન પણ છે. ઉપરાંત તેમાં મોટી ટચસ્ક્રીન છે. તેનું બેકલીટ ઈન્ટીરીયર રાત્રે એકદમ આકર્ષક લાગે છે. આમ પણ મર્સિડીઝ તેની અન્ય બ્રાન્ડ કરતાં વધુ સારી લાઇટિંગ સિસ્ટમ માટે જાણીતી છે.
તેમાં પાવર્ડ સીટ્સ, ટ્વીન સનરૂફ, કનેક્ટેડ કાર ટેક સાથે MBUX સિસ્ટમ, 10-સ્પીકર ઓડિયો સિસ્ટમ, બ્લાઈન્ડ-સ્પોટ અસિસ્ટ, પાર્ક અસિસ્ટ અને સીટ્સને તરત જ એડજસ્ટ કરતું ક્લીવર કેનિટીક્સ ફિચર્સ પણ આપવામાં આવ્યા છે.
કોમ્પેક્ટ એસયુવી હોવા છતાં EQB અંદરથી એકદમ વિશાળ છે અને મર્સિડીઝે કારમાં 7 સીટો માટે એડજસ્ટમેન્ટ પણ કર્યું છે. બીજી અને ત્રીજી હરોળની બેઠકો પણ સારી એવી જગ્યા અને યોગ્ય હેડરૂમ આપવામાં આવ્યા છે. અહીં ત્રણ લોકો આરામથી બેસી શકે છે. આ સીટોને બેકરેસ્ટ પ્રમાણે એડજસ્ટ પણ કરી શકાય છે. તેની થર્ડ રો ખાસ બાળકો માટે છે પરંતુ તેનો 465 લિટરની બુટ સ્પેસ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.
ડ્રાઇવિંગ મામલે EQB શાનદાર છે. તેમાં ટ્વીન મોટર લેઆઉટ સાથે 66.5kWh બેટરી પેક છે. તે કુલ 225bhpનો પાવર અને 390 Nmનો ટોર્ક જનરેટ કરે છે અને આ કાર માત્ર 8 સેકન્ડમાં 0-100 km/hની સ્પીડ હાંસલ કરી શકે છે. આ કાર ચલાવવી એટલી સરળ છે કે તેની ટોપ સ્પીડ સરળતાથી હાંસલ શકો છો. એક EVમાં ઝડપી એક્સેલરેશન થાય છે પરંતુ EQBમાં આરામદાયક ડ્રાઇવિંગ અનુભવ સાથે કોઈ આંચકો અનુંભવાતો નથી. તેનો સ્પોર્ટિયર મોડ ખરેખર શાર્પ છે. તે ખૂબ જ ઝડપે ચાલતી હોય તો પણ સ્થિર જ રહે છે. તેને લીનિયર પાવર ડિલિવરી મળે છે, જેના કારણે SUV ચલાવવામાં વધુ સરળ લાગે છે.
EQB ભારેભરખમ SUV છે પરંતુ ટ્રાફિકમાં પણ ચલાવવામાં એકદમ હળવી અને કોમ્પેક્ટ લાગે છે. સસ્પેન્શન ઉત્તમ છે જે ફેમિલી એસયુવી માટે ઉત્તમ છે. તેનું સૌથી મોટું આકર્ષણ એ છે કે EV હોવા છતાં તે એક SUV છે જેને તમે રોડ ટ્રિપ પર લઈ જઈ શકો છો. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ EQC કરતા ઘણું સારું છે. વાસ્તવમાં તે ગ્રાઉન્ડ ક્લિયરન્સના સંદર્ભમાં ઉપલબ્ધ સૌથી ઉપયોગી EV છે.