શોધખોળ કરો

Vehicle Sales Report: આ નવરાત્રિમાં ટુ વ્હીલર અને કાર સહિત આ તમામ સેગમેન્ટના વેચાણમાં થયો ભારે વધારો

છેલ્લા બે વર્ષથી તહેવારોની સીઝનમાં ધીમુ વેચાણ થયા પછી, ઓટો ડિલર્સ હવે નવરાત્રી 2022 માં રેકોર્ડ વેચાણ સાથે બજારમાં પરત ફર્યા છે.

Vehicles Sales in Navratri: છેલ્લા બે વર્ષથી તહેવારોની સીઝનમાં ધીમુ વેચાણ થયા પછી, ઓટો ડિલર્સ હવે નવરાત્રી 2022 માં રેકોર્ડ વેચાણ સાથે બજારમાં પરત ફર્યા છે. જેમાં 2021ની સરખામણીમાં નવરાત્રિમાં 57% સુધીનો જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, 2 વ્હીલર, 3 વ્હીલર, કોમર્શિયલ વાહનો, પેસેન્જર વાહનો અને ટ્રેક્ટરના વેચાણમાં અનુક્રમે 52%, 115%, 48%, 70% અને 58% વૃદ્ધિ સાથે તમામ શ્રેણીઓના વેચાણમાં મોટો વધારો થયો છે. 

કેટલું વેચાણ થયું?

નવરાત્રી 2019 (કોવિડ પહેલા) ની તુલનામાં, એકંદર છૂટક વેચાણમાં 16% નો વધારો થયો છે, જ્યારે દ્વિચક્રી વાહનોના વેચાણમાં કોમર્શિયલ વાહનો અને 3 વ્હીલર્સ સાથે વધારો થયો છે. પરંતુ સૌથી વધુ વૃદ્ધિ પેસેન્જર વાહનોના સેગમેન્ટમાં જોવા મળી છે. નવરાત્રિમાં પેસેન્જર વાહનોનું વેચાણ 1,10,521 હતું જ્યારે 2021ની નવરાત્રિમાં 64,850નું વેચાણ થયું હતું.

નવા લોન્ચ થયેલા વાહનો માટેના કારણો

કારના વેચાણમાં વધારો થયો છે અને શોરૂમ ડિસ્પેચમાં પણ વધારો થયો છે, જ્યારે નવા લોન્ચને કારણે વેચાણમાં પણ વધારો થયો છે. નવી SUV કાર ગ્રાહકોની ફેવરિટ બની રહી છે. જેમાં મારુતિ સુઝુકીની નવી SUV લોન્ચ કરવામાં આવી હતી, જેમાં ગ્રાન્ડ વિટારા અને બ્રેઝાનો સમાવેશ થાય છે. બ્રેઝા સૌથી વધુ વેચાતી કારની યાદીમાં ટોચ પર હોવાથી, તાજેતરમાં લોન્ચ કરાયેલી ગ્રાન્ડ વિટારાને મોટી સંખ્યામાં બુકિંગ મળી રહ્યું છે. મહિન્દ્રા જેવી અન્ય ઓટોમેકર્સ સ્કોર્પિયો એનના લોન્ચ સાથે પ્રભાવશાળી વેચાણ કરી રહી છે. ટાટા પણ તેની પ્રોડક્ટ્સ સતત અપડેટ કરી રહ્યું છે. જ્યારે હ્યુન્ડાઈ ક્રેટા જેવા મોડલ તાજેતરમાં જ લોન્ચ થયેલા વેન્યુ સાથે ખરીદદારની પસંદગી બની રહે છે. તે જ સમયે, ઇલેક્ટ્રિક કારની માંગ પણ વધી છે, જો કે હાલમાં તે કુલ વેચાણનો એક નાનો હિસ્સો છે.

વેચાણ હવે વધશે

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દિવાળી સુધી આ ટ્રેન્ડ ચાલુ રહેશે અને નવા લોન્ચ થયેલા વાહનોના આધારે ખરીદદારોની સંખ્યામાં વધારો થશે. પરંતુ એમ કહી શકાય કે પ્રી-કોવિડ લેવલને પાર કરવાનું બાકી છે. સપ્ટેમ્બર 2022નું વેચાણ હજુ પણ સપ્ટેમ્બર 2019ના સ્તરને હરાવી શક્યું નથી. કારની સાથે ટુ વ્હીલરનું વેચાણ પણ વધ્યું છે અને આ ટ્રેન્ડ ચાલુ રહેવાની ધારણા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
Embed widget