શોધખોળ કરો
15 ઓગષ્ટે ભારતમાં લોન્ચ થઈ શકે છે નવી Mahindra Thar, જાણો ફિચર્સ વિશે
મહિંદ્રા એન્ડ મહિંદ્રાની નવી Thar એસયૂવી ભારતમાં 15 ઓગષ્ટે લોન્ચ થઈ શકે છે.

નવી દિલ્હી: મહિંદ્રા એન્ડ મહિંદ્રાની નવી Thar એસયૂવી ભારતમાં 15 ઓગષ્ટે લોન્ચ થઈ શકે છે. પહેલા તેના આ વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવાની હતી પરંતુ કોરોના મહામારીના કારણે કંપની નક્કી કરેલા સમય પર લોન્ચ ન કરી શકી. કંપની મુજબ નવી Tharમાં ટેક્નોલોજી, આરામ અને ઘણા લેટેસ્ટ ફિચર્સને સ્થાન મળશે. માનવામાં આવી રહ્યું છે કે નવું મોડલ પોતાના જૂના મોડલ કરતા ઘણું અલગ હોવાની સાથે મોંઘુ પણ હશે. ભારતમાં Tharને ખૂબ પસંદ કરવામાં આવે છે. કંપનીનું કહેવું છે કે નવી થારમાં કમ્ફર્ટ અને સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેનું આઈકોનિક ડિઝાઈન જૂની થારની જેમ જ હશે. જાણકારી મુજબ, આ નવી થારમાં ઘણા એન્જિન-ગેરબોક્સ કોમ્બિનેશન હશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મહિંદ્રા એન્ડ મહિંદ્રાએ આ નવી થારની લોન્ચિંગને લઈને કોઈ જાહેરાત નથી કરી, પરંતુ જાણકારોનું કહેવું છે કે 15 ઓગષ્ટે લોન્ચ થઈ શકે છે. જો એન્જિનની વાચ કરીએ તો તેમાં 2.0 લીટર પેટ્રોલ એન્જિન મળશે, જે 190bhpનો પાવર અને 380Nm ટોર્ક જનરેટ કરે છે. આ સિવાય તેમાં 140bhp પાવરવાળા 2.2-લીટર mHawk ડીઝલ એન્જિનનો ઓપ્શન મળશે. આ નવી થારમાં 6-સ્પીડ મેન્યૂઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ગેરબોક્સના વિકલ્પમાં મળશે. બંને એન્જિન 4-વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ સાથે ઉપલબ્ધ હશે. મહિંદ્રાની આ નવી એસયૂવીમાં ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને મલ્ટી ઈન્ફર્મેશન ડિસ્પ્લે હશે. સેફ્ટી માટે નવી થારમાં ડ્યૂઅલ એરબેગ, એબીએસ, ઈબીડી, રિયર પાર્કિંગ કેમેરા અને સીટબેલ્ટ રિમાઈન્ડર જેવા ફિચર્સ સામેલ હશે.
વધુ વાંચો





















