Maruti Suzuki: નવી મિડ સાઇઝ SUVનું નામ હશે Grand Vitara, બુકિંગ થયું શરૂ
કંપની આ એસયુવીને 20 જુલાઈએ લોન્ચ કરશે. કંપનીએ જાહેરાત કરી છે કે આ કારનું નામ મારુજી સુઝુકી ગ્રાન્ડ વિટારા હશે અને તેને નેક્સા ડીલરશીપ દ્વારા વેચવામાં આવશે.
![Maruti Suzuki: નવી મિડ સાઇઝ SUVનું નામ હશે Grand Vitara, બુકિંગ થયું શરૂ New Maruti hybrid compact SUV to be called Grand Vitara Maruti Suzuki: નવી મિડ સાઇઝ SUVનું નામ હશે Grand Vitara, બુકિંગ થયું શરૂ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/11/cdf7d9216ed1a8b2060d0e39d9126f521657530828_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Maruti Suzuki Grand Vitara Launch: લાંબા સમયથી ચર્ચામાં રહેલી મારુતિ સુઝુકીની મિડ સાઇઝ એસયુવીનું અનાવરણ થવા જઇ રહ્યું છે. કંપની આ એસયુવીને 20 જુલાઈએ લોન્ચ કરશે. કંપનીએ જાહેરાત કરી છે કે આ કારનું નામ મારુજી સુઝુકી ગ્રાન્ડ વિટારા હશે અને તેને નેક્સા ડીલરશીપ દ્વારા વેચવામાં આવશે. કંપનીએ નવી ગ્રાન્ડ વિટારા માટે બુકિંગ લેવાનું પણ શરૂ કરી દીધું છે. આ એસયુવીને 11,000 રૂપિયાના ટોકન સાથે બુક કરાવી શકાય છે.
Grand Vitara એન્જિન વિકલ્પ અને કોને આપશે ટક્કર
ટોયોટા હાઇડર લોન્ચ થયા બાદ એવી શક્યતા હતી કે મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારાને ફેસ્ટિવ સિઝનમાં લોન્ચ કરવામાં આવશે. મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા સાથે, સમાન હાઇરાઇડર સાથે એન્જિન વિકલ્પો સાથે આવશે. ભારતમાં નવી ગ્રાન્ડ વિટારાની સ્પર્ધા હ્યુન્ડાઇ ક્રેટા, કિયા સેલ્ટોસ, એમજી હેક્ટર જેવી કાર સાથે થશે. ટોયોટા હાઇબ્રિડની જેમ મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારાને પણ સુઝુકીના ગ્લોબલ સી પ્લેટફોર્મ સાથે બે એન્જિન ઓપ્શન આપવામાં આવશે. જેમાં 1.5 લીટરનું માઈલ્ડ હાઈબ્રિડ અને 1.5 લીટરનું સેલ્ફ ચાર્જિંગ હાઈબ્રિડ એન્જિન સામેલ છે.
Grand Vitara ની ડિઝાઈન હશે શાનદાર
ડિઝાઇનની વાત કરીએ તો નવી ગ્રાન્ડ વિટારામાં પણ ડ્યુઅલ ટોન ઓપ્શન હોવાની આશા છે. રિપોર્ટ્સ અનુસાર, તેમાં હનીકોમ્બ ગ્રિલ અને ડ્યુઅલ એલઇડી ડીઆરએલ સાથે સ્પ્લિટ એલઇડી હેડલેમ્પ સેટઅપ હશે. આ એસયુવીની ફ્રન્ટ ડિઝાઇન ગ્લોબલ-સ્પેક સુઝુકી એ-ક્રોસ જેવી જ હોઇ શકે છે. ટોયોટા હાઇબ્રિડની જેમ જ આગામી મારુતિ એસયુવી પણ ગ્લોબલ મોડલ હશે. કંપની તેને આફ્રિકા અને યુરોપ જેવા બાહ્ય બજારોમાં પણ નિકાસ કરશે. આ હાઇબ્રિડ એસયુવીનું ઉત્પાદન ઓગસ્ટ મહિનાથી શરૂ થઇ શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)