Airbag In Scooter: હવે સ્કૂટરમાં પણ આવશે એરબેગ, જાણો દેશમાં ક્યારે લોન્ચ થશે આ મોડલ
Air Bag: જાણીતી ટુ-વ્હીલર ઉત્પાદક કંપની ટુ-વ્હીલરની સુરક્ષા માટે ટૂંક સમયમાં એરબેગ્સ સાથેનું પોતાનું સ્કૂટર લોન્ચ કરવા જઇ રહી છે.
Road Safety Features: દર વર્ષે લાખો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. આ માટે વાહનોમાં સેફ્ટી ફીચર્સ સતત અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. આ સાથે સરકાર દ્વારા નિયમોને વધુ કડક કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ તમામ કારમાં ઓછામાં ઓછી 6 એરબેગ્સ આપવાનો નિયમ ફરજીયાત કરવામાં આવ્યો છે. પરંતુ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા મોટા ભાગના લોકો ટુ-વ્હીલર ડ્રાઇવરો છે, અને આને ધ્યાનમાં રાખીને ટુ-વ્હીલર ઉત્પાદક કંપની ટુ-વ્હીલરની સુરક્ષા માટે ટૂંક સમયમાં એરબેગ્સ સાથેનું પોતાનું સ્કૂટર લોન્ચ કરવા જઇ રહી છે. આ કંપનીએ તાજેતરમાં સ્કૂટરમાં આ ફીચરને પેટન્ટ કરાવવા માટે અરજી કરી છે.
આ કંપનીને મળી ગઈ છે પેટન્ટ
તેના સ્કૂટરમાં એરબેગ્સ માટે ભારતની પ્રખ્યાત ઓટોમોબાઈલ કંપની હોન્ડા મોટર્સે પેટન્ટ માટે અરજી કરી છે. કંપની તેના એક્ટિવા સ્કૂટર સાથે દેશના ઓટોમોબાઈલ માર્કેટના સ્કૂટર સેગમેન્ટમાં ટોચ પર છે. આ પેટન્ટ મેળવ્યા બાદ હોન્ડા હવે કારમાં જોવા મળતા એરબેગ ફીચરને તેના સ્કૂટરમાં પણ આપશે. ચાલો જાણીએ કે સ્કૂટર આ ફીચરથી કેવી રીતે સજ્જ હશે.
સ્કૂટરમાં એરબેગ કેવી રીતે ફિટ થશે
સ્કૂટરમાં એર બેગને હેન્ડલની મધ્યમાં મૂકવામાં આવશે, જે અકસ્માતને ઓળખવા માટે સ્કૂટરની આગળના ભાગમાં લગાવેલા એક્સીલેરોમીટર સાથે જોડાયેલ હશે. આ હાલની કારમાં સ્થાપિત સિસ્ટમથી અલગ હશે. પરંતુ આ સિસ્ટમ કારમાં જોવા મળતી સિસ્ટમની જેમ કામ કરશે. કંપની આ સિસ્ટમ માટે ઘણા સમયથી તૈયારી કરી રહી છે. આ અંગેની તસવીરો પણ ઘણી વખત સામે આવી છે.
ક્યારે લોન્ચ થશે
હોન્ડા મોટર્સે વર્ષ 2009માં થાઈલેન્ડ અને જાપાનથી તેનું એક સ્કૂટર Honda PCX લોન્ચ કર્યું હતું. હવે આ સ્કૂટર કંપની ભારતમાં 2023માં લોન્ચ કરી શકે છે. કંપનીએ આ સ્કૂટરને એરબેગ્સ સાથે લાવવા માટે પેટન્ટ માટે અરજી કરી છે. જે બાદ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે PCXને એરબેગ ફીચરથી સજ્જ કરીને લોન્ચ કરવામાં આવશે. ભારતમાં ટુ-વ્હીલરમાં આવી સુવિધા લાવનારી તે પ્રથમ કંપની હશે.
આ પણ વાંચોઃ
Toyota Innova Hycross: નવા અવતારમાં નજરે પડી ટોયોટા ઈનોવા, ટેસ્ટિંગ દરમિયાન મળી જોવા