(Source: Poll of Polls)
Ola ના ઈલેક્ટ્રિક સ્કૂટરની જોરદાર માંગ, પ્રથમ દિવસે જ થયું 10 હજાર બુકિંગ, જાણો ક્યારથી શરૂ થશે ડિલિવરી
OLA S1 ELECTRIC SCOOTER: કેબ સર્વિસ કંપની Ola એ 15 ઓગસ્ટ 2022 ના રોજ Ola S1 ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું. ઓલા કંપની દ્વારા તેનું બુકિંગ 1લી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યું છે.
OLA S1 ELECTRIC SCOOTER: કેબ સર્વિસ કંપની Ola એ 15 ઓગસ્ટ 2022 ના રોજ Ola S1 ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું. ઓલા કંપની દ્વારા તેનું બુકિંગ 1લી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યું છે. ટ્વિટર પર માહિતી શેર કરતા ઓલા કંપનીના સીઈઓ ભાવિશ અગ્રવાલે જણાવ્યું કે ઈલેક્ટ્રિક સ્કૂટરનું બુકિંગ શરૂ કર્યાના 24 કલાકની અંદર 10,000 ઈલેક્ટ્રિક સ્કૂટર બુક થઈ ગયા. કંપની 7 સપ્ટેમ્બરથી દેશભરમાં ડિલિવરી શરૂ કરશે.
EMI શરૂ થાય છે 2999થી
કંપનીએ કહ્યું કે, જેઓ 1લી સપ્ટેમ્બરે ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર બુક કરી શક્યા નથી તેઓ 2જી સપ્ટેમ્બરે પણ ઓલા સ્કૂટર બુક કરાવી શકે છે. ઓલા એપ અથવા ઓલા વેબસાઇટનો ઉપયોગ ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર બુક કરવા માટે કરી શકાય છે. Ola સ્કૂટરની શરૂઆતની કિંમત 99,999 છે જો કે તમે Ola સ્કૂટર હપ્તા પર પણ લઈ શકો છો. આ માટે કંપનીએ પાંચ ધિરાણ આપતી કંપનીઓ સાથે જોડાણ કર્યું છે. તેની EMI 2,999ની ખૂબ જ ઓછી કિંમતથી શરૂ થાય છે.
Ola S1ની રેંજ અને પાવર
કંપનીએ Ola S1 ઇલેક્ટ્રિક સ્કૂટરમાં પાવર માટે 3 kWhની ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કર્યો છે. આ સ્કૂટરની મહત્તમ સ્પીડ 90 kmph છે. ત્રણ પ્રકારના રાઇડિંગ વિકલ્પો ઉપલબ્ધ છે, Ola S1 સ્કૂટર ECO મોડમાં 128 કિમી, નોર્મલ મોડ પર 101 કિમી અને સ્પોર્ટ મોડ પર 90 કિમી ચાલશે.
ફીચર્સ અને કલર્સ
Ola S1 ઇલેક્ટ્રિક સ્કૂટરને MOVE OS 3 સહિત તમામ સોફ્ટવેર અપડેટ્સ મળશે. કંપની આ સ્કૂટરને તેની ફ્યુચર ફેક્ટરીમાં બનાવી રહી છે, જે વિશ્વની સૌથી મોટી ટુ વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની હોવાનું કહેવાય છે. આ સ્કૂટર ગ્રાહકો માટે પોર્સેલિન વ્હાઇટ, નિયો મિન્ટ, કોરલ ગ્લેમ, જેટ બ્લેક અને લિક્વિડ એમ પાંચ રંગોમાં ઉપલબ્ધ હશે.
આ પણ વાંચોઃ
Entertainment News: સુકેશ ચંદ્રશેખર ઠગાઈ મામલે EOW એ Nora Fatehi ની કરી પૂછપરછ, 6 કલાક પૂછ્યા સવાલ
Flood: પાકિસ્તાનનો 33 ટકા હિસ્સો જળમગ્ન, 1200થી વધુ લોકોના મોત, 3 કરોડો લોકો પ્રભાવિત
In Pics: બ્રહ્માસ્ત્રને પ્રમોટ કરવા સુપર ક્યુટ અંદાજમાં પહોંચી Alia Bhatt, બતાવ્યું Baby on Board….
Corona Vaccine: ભારતમાં ટૂંક સમયમાં આવશે કોરોનાની નેકસ્ટ જનરેશન વેક્સિન, જાણો શું છે ખાસિયતો
US Opens 2022: સેરેના વિલિયમ્સ યુએસ ઓપનમાંથી હાર, એગ્લા ટોમલ્જાનોવિકે આપી હાર