Orxa Mantis ઇલેક્ટ્રિક બાઇક થઇ લૉન્ચ, આની કિંમતમાં તો તમારે આવી જશે અલ્ટો 800!
ડિઝાઇન વિશે વાત કરીએ તો, મેન્ટિસને એક ડિઝાઇન વાળી ટાંકી અને ખાસ ડિઝાઇન કરાયેલ DRLs સાથે ટ્વીન પ્રૉજેક્ટર હેડલાઇટ સેટઅપ સાથે કોણીય ડિઝાઇન આપવામાં આવી છે
Orxa Mantis Electric Bike: બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ ઓરેક્સા એનર્જીએ છેવટે લૉકલ બજારમાં તેની સૌથી મૉસ્ટ અવેટેડ ઇલેક્ટ્રિક બાઇક Mantis લૉન્ચ કરી દીધી છે. જેની કિંમત 3.6 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. આ ઉપરાંત તેનું ઓનલાઈન બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પહેલા 1,000 ગ્રાહકો માટે બુકિંગની રકમ 10,000 રૂપિયા હશે અને તેના પછી બુકિંગ કરનારાઓ માટે આ રકમ 25,000 રૂપિયા હશે. કંપની એપ્રિલ 2024 થી તબક્કાવાર રીતે આ બાઇકની ડિલિવરી શરૂ કરશે. જે બેંગલુરુથી જ શરૂ થશે.
ડિઝાઇન વિશે વાત કરીએ તો, મેન્ટિસને એક ડિઝાઇન વાળી ટાંકી અને ખાસ ડિઝાઇન કરાયેલ DRLs સાથે ટ્વીન પ્રૉજેક્ટર હેડલાઇટ સેટઅપ સાથે કોણીય ડિઝાઇન આપવામાં આવી છે. આ ઉપરાંત આ બાઇક સ્પ્લિટ સીટ સેટઅપ અને બે કલર ઓપ્શન (અર્બન બ્લેક અને જંગલ ગ્રે)માં ઉપલબ્ધ હશે.
તેમાં આગળના ભાગમાં 41 mm ટેલિસ્કોપિક ફૉર્ક અને પાછળના ભાગમાં એડજસ્ટેબલ પ્રીલોડ મોનૉ-શૉક છે. બહેતર બ્રેકિંગ માટે સિંગલ-ચેનલ ABS સાથે બંને છેડે ડિસ્ક બ્રેક્સ છે, જ્યારે ફ્રેમ ઓલ-એલ્યૂમિનિયમ એરોસ્પેસ ગ્રેડ મિશ્રિત મેટલ ફ્રેમ પર આધારિત છે. કંપનીના જણાવ્યા અનુસાર, 182 કિગ્રા વજન સાથે, આ ઇલેક્ટ્રિક બાઇક તેના સેગમેન્ટમાં સૌથી હળવી છે. આ બાઇક સ્ટાન્ડર્ડ તરીકે 1.3 kWh ચાર્જર સાથે આવે છે, જ્યારે 3.3 kWh બ્લિટ્ઝ ચાર્જર અલગથી ખરીદી શકાય છે.
Orxa Mantis ઇલેક્ટ્રિક બાઇકમાં 8.9kWh બેટરી પેક છે, જે BLDC ઇલેક્ટ્રિક મોટર સાથે મળીને 27.5 hp પાવર અને 93 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ બાઇક 8.9 સેકન્ડમાં 0-100 kmphની ઝડપ પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ 135 kmpl છે. જો તેની રેન્જ વિશે વાત કરીએ તો IDC રેન્જ 221 કિમી છે. તેનું 3.3 kW ચાર્જર બાઇકને 2.5 કલાકમાં 0-80% સુધી ચાર્જ કરવામાં સક્ષમ છે.
આ બાઇકમાં ફિચર્સ તરીકે 5.0 ઇંચનું TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે જેમાં Linux- આધારિત Orxa ઓપરેટિંગ સિસ્ટમ, તમામ LED લાઇટિંગ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, નેવિગેશન સાથેની મેન્ટિસ એપ, મોબાઇલ નોટિફિકેશન, રાઇડ એનાલિટિક્સ વગેરે જેવી ઘણી સુવિધાઓ છે. કંપની બાઇકના મોટર અને બેટરી પેક પર 3 વર્ષ (અથવા 30,000 કિમી)ની વોરંટી આપી રહી છે.