Tata Sierra Vs Kia Seltos: કઈ SUV તમારા માટે બેસ્ટ છે? જાણો ફિચર્સ અને કિંમત
Tata Sierra અને Kia Seltos બંને SUV ફીચર્સ, એન્જિન, માઇલેજ અને કિંમતની દ્રષ્ટિએ જોરદાર સ્પર્ધા કરે છે. ચાલો જાણીએ કે કઈ SUV તમારા માટે વધુ સારી પસંદગી છે.

Tata Sierra Vs Kia Seltos: ટાટા મોટર્સે તાજેતરમાં મિડ-સાઇઝ SUV સેગમેન્ટમાં તેની ચર્ચિત કાર ટાટા સિયેરા (Tata Sierra) લોન્ચ કરી છે. બજારમાં તેનો સીધો મુકાબલો લોકપ્રિય SUV કિયા સેલ્ટોસ (Kia Seltos) સાથે થશે. ફિચર્સ, એન્જિન, માઇલેજ અને કિંમતના મામલે બંને SUV એકબીજાને સખત ટક્કર આપે છે. જો તમે આ બંને કારમાંથી કોઈ એક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ માહિતી તમારા કામની છે. ચાલો વિગતવાર જાણીએ.
એન્જિન અને પરફોર્મન્સ
ટાટા સિયેરા: કંપનીએ સિયેરામાં 1.5-લિટરના ત્રણ એન્જિન વિકલ્પો આપ્યા છે, જે 75.8 kW પાવર અને 139 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશન વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
કિયા સેલ્ટોસ: સેલ્ટોસનું 1.5-લિટર પેટ્રોલ એન્જિન 115 PSનો પાવર અને 144 Nmનો ટોર્ક આપે છે અને તેમાં 6-સ્પીડ મેન્યુઅલ, IVT અને iMT જેવા ઘણા ટ્રાન્સમિશન વિકલ્પો મળે છે.
તુલના: આંકડાની વાત કરીએ તો, સેલ્ટોસ થોડી વધુ પાવરફુલ છે, જ્યારે સિયેરા એન્જિનના વધુ વિકલ્પો અને નવા સેટઅપને કારણે વધુ આધુનિક (મોડર્ન) અનુભવ કરાવે છે.
કઈ SUV છે વધુ એડવાન્સ્ડ?
ફિચર્સના મામલે ટાટા સિયેરા ઘણી આગળ નીકળી જાય છે:
ટાટા સિયેરા:
- LED પ્રોજેક્ટર હેડલાઇટ્સ, ફ્લશ ડોર હેન્ડલ્સ, ટ્રીપલ સ્ક્રીન સેટઅપ.
- HypAR HUD, 5G કનેક્ટિવિટી, ઇલેક્ટ્રિક અને વેન્ટિલેટેડ સીટ્સ.
- રિયર સનશેડ, પાવર્ડ ટેલગેટ અને સેગમેન્ટનો સૌથી મોટો પેનોરમિક સનરૂફ.
કિયા સેલ્ટોસ:
- વ્યવહારુ અને સ્પોર્ટી ફિચર્સ પર ફોકસ.
- LED લાઇટ્સ, 18-ઇંચ એલોય વ્હીલ્સ, પેનોરમિક સનરૂફ.
- 10.25-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, Bose સાઉન્ડ સિસ્ટમ અને ડ્યુઅલ-ઝોન AC.
તુલના: સેલ્ટોસ આધુનિક હોવા છતાં, સિયેરાના હાઇ-ટેક ફિચર્સ તેને એક ન્યૂ જનરેશનની SUV બનાવે છે.
સેફ્ટી – કોણ છે વધુ મજબૂત?
સેફ્ટીના મામલે બંને SUV મજબૂત છે:
ટાટા સિયેરા:
- 6 એરબેગ્સ, લેવલ-2 ADAS (એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ).
- ESP, ટ્રેક્શન કંટ્રોલ, 360 ડિગ્રી કેમેરા, TPMS અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક.
કિયા સેલ્ટોસ:
- 6 એરબેગ્સ, ADAS, ESC, VSM.
- પાર્કિંગ સેન્સર અને બ્લાઇન્ડ વ્યૂ મોનિટર.
તુલના: લેવલ-2 ADAS અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેકના કારણે સિયેરા અહીં થોડી સરસાઈ મેળવે છે.
કઈ SUV આવે છે બજેટમાં?
- ટાટા સિયેરા: શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹ 11.49 લાખ છે (બાકીના વેરિઅન્ટની કિંમતો હજી જાહેર થઈ નથી).
- કિયા સેલ્ટોસ: ₹ 10.79 લાખથી શરૂ થાય છે અને તેનું ટોપ મોડલ ₹ 19.81 લાખ સુધી જાય છે.
નિષ્કર્ષ:
- શરૂઆતની કિંમતમાં સેલ્ટોસ સસ્તી છે, પરંતુ સિયેરા ફિચર્સના મામલે વધુ પ્રીમિયમ અનુભવ કરાવે છે.
- જો તમે બહેતર ફિચર્સ, મોર્ડન ટેક્નોલોજી અને ફ્યુચરિસ્ટિક SUV ઇચ્છો છો, તો ટાટા સિયેરા સારો વિકલ્પ છે.
- જો તમે પોસાય તેવા ભાવ, ભરોસાપાત્ર પરફોર્મન્સ અને વ્યવહારુ ફિચર્સવાળી SUV લેવા માંગો છો, તો કિયા સેલ્ટોસ યોગ્ય પસંદગી સાબિત થશે.




















