Xiaomi, Realme અને Oppoને ટક્કર આપવા આવ્યો આ ધાંસૂ સ્માર્ટફોન, કિંમત 10 હજાર રૂપિયાથી ઓછી
iQOO Z9 Lite 5G Launch: પૉપ્યૂલર સ્માર્ટફોન બ્રાન્ડ IQ એ પોતાના નવા ફોન IQ Z9 Lite 5G ભારતમાં લૉન્ચ કરી દીધો છે. કંપનીનો દાવો છે કે આ ફોનમાં ગ્રાહકોને શાનદાર ફોટો ક્લિક કરવા માટે 50MP કેમેરા મળશે
iQOO Z9 Lite 5G Launch: પૉપ્યૂલર સ્માર્ટફોન બ્રાન્ડ IQ એ પોતાના નવા ફોન IQ Z9 Lite 5G ભારતમાં લૉન્ચ કરી દીધો છે. કંપનીનો દાવો છે કે આ ફોનમાં ગ્રાહકોને શાનદાર ફોટો ક્લિક કરવા માટે 50MP કેમેરા મળશે. આ સાથે ઝડપી પ્રૉસેસિંગ માટે મીડિયાટેક પ્રૉસેસર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ફોનમાં રેમ અને 5000mAh ની મોટી બેટરી છે. આ બજેટ ફ્રેન્ડલી ફોન Xiaomi, Realme અને Oppo જેવી કંપનીઓને ટક્કર આપી શકે છે.
જાણો સ્પેશિફિકેશન્સ -
1. અલ્ટ્રા બ્રાઇટ ડિસ્પ્લે
2. મીડિયાટેક ડાયમેન્સિટી 6300
3. AI કેમેરા
4. એન્ડ્રોઇડ 14
5. ડાયનેમિક ઓડિયો બૂસ્ટર
6. એક્સ્ટેન્ડેડ રેમ
7. 5000mAh બેટરી
iQOO Z9 Lite 5G Android 14 Funtouch 14 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોનમાં 6.56 ઇંચની અલ્ટ્રા બ્રાઇટ ડિસ્પ્લે છે. વધુમાં તે 90Hz નો રિફ્રેશ રેટ અને 840 nits ની ટોચની બ્રાઈટનેસ ધરાવે છે. ફોનમાં પાવરફુલ સ્પીકર અને ડાયનેમિક ઓડિયો બૂસ્ટર પણ આવે છે, જે અવાજને 150 ટકા સુધી વધારે છે.
કેમેરા -
આ ફોનમાં ડ્યૂઅલ AI રિયર કેમેરા સેટઅપ છે. તેમાં 50MP મુખ્ય લેન્સ અને 2MP બેક લેન્સ છે. આ ઉપરાંત વીડિયો કૉલિંગ માટે 8MP કેમેરા ઉપલબ્ધ છે.
બેટરી -
બેટરીની વાત કરીએ તો તેમાં 5000mAhની બેટરી છે. કંપનીનો દાવો છે કે તે ફૂલ ચાર્જ પર 9 કલાક ગેમિંગ, 23 કલાક બાઈંગ-વોચિંગ, 32 કલાક સોશિયલ મીડિયા અને 84 કલાક મ્યૂઝિક પ્લે ટાઈમ આપે છે. આ ફોનમાં MediaTek Dimensity 6300 પ્રૉસેસર, 6GB રેમ અને વર્ચ્યૂઅલ રેમનો સપોર્ટ પણ ઉપલબ્ધ છે.
અન્ય ફિચર્સ -
આ ફોનમાં Wi-Fi, GPS, Bluetooth અને USB Type-C પૉર્ટ છે. આ સાથે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફંક્શન પણ ઉપલબ્ધ છે.
કિંમત -
iQOO Z9 Lite ને 4GB + 128GB અને 6GB + 128GB સ્ટૉરેજવાળા મૉડલમાં રજૂ કરવામાં આવ્યું છે. 4GB + 128GB મૉડલની કિંમત 9,999 રૂપિયા અને 6GB + 128GB સ્ટૉરેજ મૉડલની કિંમત 10,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોન એમેઝોન ઈન્ડિયા પરથી 20 જુલાઈથી ખરીદી શકાશે.