Two wheeler Sales Report: ગત મહિને ટુ વ્હીલર્સના વેચાણમાં જોરદાર ઉછાળો, આટલા વાહન વેચાયા
ઓક્ટોબર 2023માં ટુ-વ્હીલરનું સ્થાનિક વેચાણ કુલ 18,95,799 યુનિટ્સનું વેચાણ થયું હતું, જે ઓક્ટોબર 2022માં વેચાયેલા 15,78,383 યુનિટ્સની સરખામણીએ વાર્ષિક ધોરણે 20.1 ટકા વધુ છે.
Two Wheelers Sales Report October 2023: ઓક્ટોબર 2023માં ટુ-વ્હીલરનું સ્થાનિક વેચાણ કુલ 18,95,799 યુનિટ્સનું વેચાણ થયું હતું, જે ઓક્ટોબર 2022માં વેચાયેલા 15,78,383 યુનિટ્સની સરખામણીએ વાર્ષિક ધોરણે 20.1 ટકા વધુ છે. આ જ સમયગાળા દરમિયાન ટુ-વ્હીલરની નિકાસ પણ 1.3 ટકા વધીને 2,91,276 યુનિટ થઈ છે.
હીરો મોટોકોર્પ મોખરે રહ્યું
ગયા મહિને પણ, Hero MotorCorp વેચાણમાં મોખરે રહી, ઓક્ટોબર 2023માં કુલ 5,59,766 એકમોના વેચાણ સાથે. જ્યારે ગયા વર્ષે ઓક્ટોબરમાં કંપનીએ 26.4 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાવતા 4,42,825 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. આ દરમિયાન, હીરો મોટોકોર્પે પણ 15,164 એકમોની નિકાસ કરી, જે વાર્ષિક ધોરણે 28.9 ટકાનો વધારો દર્શાવે છે.
હોન્ડા બીજા સ્થાને રહી
હીરો પછી હોન્ડાએ બીજા સ્થાને કબજો જમાવ્યો છે, જ્યારે TVS ત્રીજા સ્થાન પર રહી, જે અનુક્રમે 4,62,747 યૂનિટ્સ અને 3,44,957 યૂનિટ્સનુ વેચાણ થયુ. જેમાં વાર્ષિક ધોરણે અનુક્રમે 8.6 ટકા અને 25 ટકાનો વધારો નોંધાયો છે. આ સાથે બંને કંપનીઓએ તેમની નિકાસમાં પણ વૃદ્ધિ નોંધાવી છે.
બજાજ ચોથા ક્રમે છે
ગયા મહિને વેચાણની દ્રષ્ટિએ, બજાજ ચોથા સ્થાને હતી, જ્યારે સુઝુકી પાંચમા સ્થાને હતી. આ બંને કંપનીઓ ટોચની 5 ટુ વ્હીલર કંપનીઓમાં સામેલ હતી, જેમણે અનુક્રમે 2,74,911 યુનિટ અને 84,302 યુનિટનું વેચાણ નોંધાવ્યું હતું, જે ગયા વર્ષ કરતાં વધુ છે.
EV બ્રાન્ડ્સની સ્થિતિ
EV કંપનીઓમાં, Ather ઓક્ટોબર 2023 માં 10,548 એકમોના વેચાણ સાથે આગેવાની કરી હતી. એથરે નેપાળમાં તેનું પ્રથમ આઉટલેટ ખોલ્યું છે અને કંપનીએ ગયા મહિને આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં 123 યુનિટનું વેચાણ નોંધાવ્યું છે, જે આગામી મહિનાઓમાં વધુ વધવાની શક્યતા છે. જ્યારે બજાજ ચેતક અને ઓકિનાવા જેવી અન્ય EV બ્રાન્ડ્સે અનુક્રમે 3,575 યુનિટ્સ અને 1,852 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું છે.
વાહનોના વેચાણમાં જોરદાર ઉછાળો, ગત મહિને વેચાયા 26 લાખથી વધુ વાહન
10 નવેમ્બરના રોજ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) એ ઓક્ટોબર 2023માં ઓટો ઉદ્યોગના પ્રદર્શનના આંકડા જાહેર કર્યા છે. સિયામના ડેટા અનુસાર, ઓક્ટોબર 2023માં પેસેન્જર વાહનો, થ્રી-વ્હીલર, ટુ-વ્હીલર અને ક્વાડ્રિસાઇકલનું કુલ ઉત્પાદન 26,21,248 યુનિટ હતું. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને પેસેન્જર વાહનો માટે, આ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે (YoY) 15.9 ટકા વૃદ્ધિ જોવા મળી છે. ઓક્ટોબર 2023માં પેસેન્જર વાહનોનું કુલ વેચાણ 3,89,714 યુનિટ હતું. જેમાં થ્રી-વ્હીલરનું વેચાણ 76,940 યુનિટ અને ટુ-વ્હીલરનું વેચાણ 18,95,799 યુનિટ હતું.