Auto Expo 2023: ટોયૉટાની Corolla Cross H2 કૉન્સેપ્ટ કાર થઇ ભારતમાં શૉકેસ, જાણો શું છે આની ખાસિયત
Corolla Cross H2 કૉન્સેપ્ટ કાર બિલકુલ સામાન્ય કારોની જેમ દેખાય છે. કંપનીએ જે મૉડલને બતાવ્યુ છે તે ડ્યૂલ- ટૉન બ્લૂ અને વ્હાઇટ પેન્ટ સ્કીમમાં તૈયાર કરવામાં આવ્યુ છે,
Auto Expo 2023 India: ઓટો એક્સ્પૉ 2023માં, ટોયૉટાએ કેટલીય જુદીજુદી ટેકનિકો પર આધારિત પોતાની કારોને પ્રદર્શિત કરી છે, જેમાં બેટરી ઇલેક્ટ્રિક, ફ્યૂલ સેલ ઇલેક્ટ્રિક પ્લગ -ઇન હાઇબ્રિડ ઇલેક્ટ્રિક, હાઇબ્રિડ ઇલેક્ટ્રિક કારો સામેલ છે. કંપનીએ આ ઇવેન્ટમાં ટોયૉટા કોરોલા ક્રૉસ હાઇડ્રૉઝન કૉન્સેપ્ટ વ્હીકલને પણ શૉકેસ કર્યુ છે.
કેવો છે લૂક ?
Corolla Cross H2 કૉન્સેપ્ટ કાર બિલકુલ સામાન્ય કારોની જેમ દેખાય છે. કંપનીએ જે મૉડલને બતાવ્યુ છે તે ડ્યૂલ- ટૉન બ્લૂ અને વ્હાઇટ પેન્ટ સ્કીમમાં તૈયાર કરવામાં આવ્યુ છે, જે બહુજ આકર્ષક લાગે છે. ટોયૉટા કોરોલા ક્રૉસ એચ2ની હૂડ જીઆર કોરોલા હેચબેકથી મેચ થાય છે. Toyota Corolla Cross H2 ની ડિઝાઇન અને સ્ટાઇલ એક ક્રૉસઓવર જેવુ લાગે છે. આમાં બ્લેક હાઉસિંગ, સ્લીક હેડલેમ્પ્સ અને ફ્રન્ટ એન્ડ પર રગ્ડ સ્કિડ પ્લેટની સાથે વાઇડ બ્લેક રેડિએટર ગ્રીલ આપવામાં આવ્યુ છે. હેવી સાઇડ બૉડી ક્લેડિંગ, સ્ક્વેર -ઓફ વ્હીલ આર્ચ શાર્ક ફિન એન્ટીના આની સ્પૉર્ટી અપીલમાં વધુ વધારો કરે છે, જ્યારે રિયરમાં રેપરાઉન્ડ ટેલલેમ્પ્સ આપેલા છે.
ડાયમેન્શન -
Corolla Cross H2ની કુલ લંબાઇ 4490mm, પહોળાઇ 1825mm અને ઉંચાઇ 1620mm છે. સાથે જ આમાં 2640 mmની વ્હીલબેસ છે, જેના કારણે પર્યાપ્ત કેબિન સ્પેસ અને બૂટ સ્પેસ પણ મળે છે.
એન્જિન -
આ કારમાં એક 1.6 લીટર, 3- સિલેન્ડર ઇન-લાઇન ટર્બોચાર્જ્ડ પેટ્રૉલ એન્જિન છે, જે 304bhp ની મેક્સિમમ પાવર અને 370 Nm નો ટૉર્ક જનરેટ કરી શકે છે. આની 6-સ્પીડ iMT ગિયરબૉક્સ ફ્રન્ટ વ્હીલ્સને પાવર આપે છે. આમાં સીટ અને બૂટ ફ્લૉરની નીચે બે હાઇડ્રૉજન ટેન્ક આપવામાં આવી છે, જેમાં કમ્પ્રેસ્ડ હાઇડ્રૉજન ગેસ લિક્વીડ સ્ટેટમાં 70 Mpa પ્રેશર પર ટેન્કમાં ભરવામાં આવે છે.
13-18 જાન્યુઆરીની વચ્ચે યોજાશે આ ઓટો એક્સ્પૉ -
આ વખતે ઓટો એક્સ્પૉનું ભારતમાં 2020 બાદ આયોજન કરવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે કોરોનાના કારણે 2022 માં આ દ્વિવાર્ષિક મૉટર શૉનું આયોજન ન હતુ થઇ શક્યુ. 2023 માં આ શૉનું આયોજન 11 જાન્યુઆરીથી 18 જાન્યુઆરીની વચ્ચે થવાનું છે. 11 અને 12 ને આ શૉ મીડિયા અને બિઝનેસ ક્લાસ માટે રિઝર્વ રહેશે. અન્ય દિવસોમાં સામાન્ય લોકો ઓટો એક્સ્પૉ 2023માં જઇ શકે છે.