શોધખોળ કરો

Upcoming Cars: નવી જનરેશન Renault Duster અને Nissan Terranoની 2025માં થશે એન્ટ્રી, આ ખાસિયતોથી હશે ભરેલી

નવી પેઢીના ડસ્ટર માટે લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે, તે કદમાં મોટું હશે પરંતુ રગ્ડ સ્ટાઇલ થીમ સાથે સંપૂર્ણપણે નવું મૉડલ હશે. જ્યારે ડેસિયા ડસ્ટરને નવો ડેસિયા ફેસ મળશે,

Upcoming Cars: રેનૉ ડસ્ટર અને નિસાન પોતાની નવી પેઢીની સાથે સબ-4 મીટર એસયુવી બાદ હવે કૉમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં વાપસી કરવાની તૈયારી કરી રહ્યું છે. જોકે, હજુ એ નક્કી નથી કે નિસાન ટેરાનોને નવી એસયુવી કહેવામાં આવશે કે નહીં, જ્યારે સ્થાનિક બજારમાં ઉચ્ચ રિકૉલ વેલ્યૂના કારણે રેનૉ તેનું નામ માત્ર ડસ્ટર રાખશે. આ બંને SUV પણ અલગ-અલગ નામવાળી ત્રણ-રૉવાળી SUV હશે.

નવી પેઢીના ડસ્ટર માટે લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે, તે કદમાં મોટું હશે પરંતુ રગ્ડ સ્ટાઇલ થીમ સાથે સંપૂર્ણપણે નવું મૉડલ હશે. જ્યારે ડેસિયા ડસ્ટરને નવો ડેસિયા ફેસ મળશે, ત્યારે રેનૉ વેરિઅન્ટ વધુ પ્રીમિયમ દેખાવ ધરાવશે. આ ઉપરાંત નિસાનના કાઉન્ટર પાર્ટને પણ અલગ સ્ટાઈલ મળશે. આ બંને SUV અલગ-અલગ દેખાવમાં હશે અને માત્ર પેટ્રોલ એન્જિન સાથે આવશે, પરંતુ આમાં શક્તિશાળી ટર્બો પેટ્રોલ અને હાઇબ્રિડ એન્જિન હશે. પેટ્રૉલ એન્જિનની દેખરેખ માટે મોટી પેટ્રોલ લાઇન-અપ સાથે, ત્યાં ડીઝલ નહીં હોય.

ઉપરાંત, અગાઉના ડસ્ટરથી વિપરીત અમે AWD વેરિઅન્ટની અપેક્ષા રાખતા નથી. જોકે, તેની ઓફ-રૉડ અપીલ વધારી શકાય છે. અમે આશા રાખીએ છીએ કે રેનૉ વેરિઅન્ટ પહેલા લૉન્ચ કરવામાં આવશે અને નિસાન વેરિઅન્ટ પછીથી.

નવા પ્લેટફોર્મનો અર્થ વધુ જગ્યા હશે. જેના કારણે તે નવા હરીફોને ટક્કર આપવા માટે ઘણી સુવિધાઓથી સજ્જ હશે. બંને ઓટોમેકર્સ પાસે ઇલેક્ટ્રિક કાર પણ હશે, જે ભવિષ્યમાં રજૂ કરવામાં આવશે.

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ડસ્ટર 2025 સુધીમાં ભારતમાં તેની નવી પેઢીના સ્વરૂપમાં પ્રવેશ કરશે. જે ઓટો એક્સપો 2025થી શરૂ થઈ શકે છે. વર્તમાન ડસ્ટર અને ટેરાનો તેમના વર્તમાન વેરિયન્ટ્સ સાથે લાંબા સમયથી મૉડલ વેચી રહ્યાં છે.

આ મોટી કંપની પોતાની આ ખાસ કારના 55,000 મૉડલને રિકૉલ કરશે

યુએસ ઓટો રેગ્યૂલેટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અગ્રણી ઇલેક્ટ્રિક કાર મેન્યૂફેક્ચરિંગ કંપની ટેસ્લા તેના ટેસ્લા મૉડલ Xના 54,676 યૂનિટ રિકૉલ કરશે. આ કારો 2021 થી 2023 વચ્ચે બનાવવામાં આવી હતી. વાહનમાં બ્રેક ફ્યૂઅલ ઓછું હોય ત્યારે પણ વાહનના ડિસ્પ્લે પર ચેતવણી સિગ્નલની ગેરહાજરી છે. વ્હીકલ કન્ટ્રૉલર આનું કારણ શોધવામાં નિષ્ફળ રહ્યું છે.

નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશને આપી જાણકારી 
નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન (NHTSA) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ટેસ્લાએ આ સમસ્યાને ઠીક કરવા માટે ઓવર ધ એર (OTA) સૉફ્ટવેર અપડેટ કર્યું છે, જે ફ્રી છે. જેના કારણે અત્યાર સુધી કોઈપણ પ્રકારના અકસ્માત, ઈજા કે જાનહાનિ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. જો કે આ અંગે કંપની તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

ઓગસ્ટમાં રિલીઝ કરવામાં આવ્યુ છે રિકૉલ 
આ ઉપરાંત કંપનીએ ઓગસ્ટમાં ટેસ્લાના નવા મૉડલ 3 અને મૉડલ Yના 2,80,000 યૂનિટની તપાસ શરૂ કરી હતી જેના કારણે સ્ટીયરિંગ કંટ્રોલ અને પાવર સ્ટીયરિંગનો કંટ્રોલ ખોવાઈ ગયો હતો.

કેમ જાહેર કરવામાં આવે છે રિકૉલ ?
રિકૉલ જાહેર કરવાનો અર્થ છે કે અમુક ખામીને કારણે કંપની દ્વારા ઉત્પાદિત વાહનોને ચોક્કસ સમયગાળામાં પાછા બોલાવવા અને તેનું કારણ તે ખામીને કારણે થતા સંભવિત નુકસાનને અટકાવવાનું છે. કંપની ગ્રાહક પાસેથી ચાર્જ લીધા વિના પરત મંગાવેલા વાહનોમાં જોવા મળેલી ખામીઓ દૂર કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Embed widget