Honda SUV: ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે હોન્ડાની ZR-V, BR-V SUV
Honda SUV For India: નવી એસયુવી કાર બીઆર-વી જૂના મોડલની તુલનામાં ઘણી સારી છે અને આકર્ષક દેખાય છે.
Honda SUV For India: ઈન્ડોનેશિયામાં ચાલી રહેલા મોટર શોમાં ભવિષ્યમાં આપણા બજારમાં કેવી કાર્સ આવશે તેનો અંદાજ મળી રહ્યો છે. હોન્ડાની નવી એસયુવીનો કોન્સેપ્ટ પણ આમાં જોવા મળ્યો છે. જે ભવિષ્યની કોમ્પેક્ટ એસયુવી તરફ ઈશારો કરે છે અને તેને ભારતમાં લોન્ચ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. આ એસયુવી આરએસ કોન્સેપ્ટ છે. જે હાલ ફ્યૂચરિસ્ટિક શો કાર છે, પરંતુ એક નવી એસયુવી હશે, જેને જેડઆર-વીથી ઓળખવામાં આવશે. સ્પોર્ટી ક્રેટા – સેલ્ટોસ હરિફ હોવાની સાથે સાથે ઝેડઆર-વી આ કોન્સેપ્ટનું પ્રોડક્શન વર્ઝન હશે.
આ સ્પોર્ટિયરને વધારે આકર્ષક બનાવવાની કોશિશ
કોન્સેપ્ટ તરીકે જોઈ શકાય છે કે આ હોન્ડાએ આ સ્પોર્ટિયરને વધારે આકર્ષક બનાવવાની કોશિશ કરી છે. જે એક એવી ડિઝાઈન છે તે બીજાથી અલગ તરી આવે છે. જો હોન્ડા આ પ્રકારનું પ્રોડક્શન વર્ઝન બનાવશે તો ઝેડઆર-વી એક ગુડ લુકિંગ કાર હશે. મોટો વ્હીલ, રૂફ ટેલ અને ગ્રિલના કારણે હેડલેમ્પની સાથે શાર્પ કટ ફોગ લેમ્પ એનક્લોઝર પણ હશે.
બીઆર-વી જૂના મોડલની તુલનામાં સારી
બીજી નવી એસયુવી કાર બીઆર-વી છે. જે જૂના મોડલની તુલનામાં ઘણી સારી છે. બીઆર-વી વધુ વ્યવહારિક એસયુવી છે, પરંતુ આકર્ષક દેખાય છે અને તેમાં લેટેસ્ટ ટેકનોલોજીની સાથે આધુનિક ઈન્ટીરિયર છે. આ એસયુવી ભારતમાં એમપીવીને ટક્કર આપી શકે છે. નવી પેઢીના મોડલમાં હોન્ડા સિટી જેવી લેન વોચની સુવિધા અને નવી ટચ સ્ક્રીન છે.
હોન્ડા કેમ લોન્ચ કરશે આ એસયુવી
ત્રણ હરોળવાળી એસયુવીની વધતી માંગની સાથે બજારમાં નવી બીઆર-વીને પણ લોન્ચ થતી જોઈ શકાય છે. અત્યાર સુધી આ બંને નવી હોન્ડા એસયુવી ભારત માટે ખાસ છે અને હોન્ડા ભારતીય બજારમાં 2023ની શરૂઆતમાં એક એસયુવી લાવશે. કારણકે કોમ્પેક્ટ એસયુવી વર્તમાનમાં એક ખૂબ લોકપ્રિય છે અને હોન્ડાને આ સેગમેન્ટમાં એક પ્રોડક્ટની જરૂર છે.





















