World First CNG Bike: હવે ભારતમાં બનેલી CNG બાઇક વિદેશમાં પણ ધૂમ મચાવશે, તેની 6 દેશોમાં થશે નિકાશ
World First CNG Motorcycle: બજાજ ઓટોએ દુનિયાની પહેલી CNG બાઇક ફ્રીડમ 125 ને લોન્ચ કરીને ઇતિહાશ રચ્યો છે. આ CNG બાઇકને ભારતની સાથે સાથે વિદેશના બજારોમાં પણ નિકાશ કરવામાં આવશે.
Bajaj Freedom 125: બજાજ ઓટોએ દુનિયાની પહેલી CNG બાઇકને ભારતીય બજારમાં લોન્ચ કરી દીધી છે. દુનિયાની પહેલી CNG બાઇક બજાજ ફ્રીડમ 125 બની છે. આ બાઇકનું માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાના બીજા 6 દેશોમાં વેચાણ કરવામાં આવશે. પરંતુ શરૂઆતના તબ્બકામાં આ બાઇક ભારતીય બજારમાં પોતાની પકડ બનાવશે. બજાજની આ બાઇક દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ધૂમ મચાવશે.
દુનિયાની પ્રથમ સીએનજી બાઇક બજાજ ફ્રીડમ 125
બજાજ ઓટોએ 5 જુલાઈના રોજ વિશ્વની પ્રથમ CNG બાઇક ફ્રીડમ 125 લોન્ચ કરી હતી. આ બાઇકને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં લોન્ચ કરવામાં આવી હતી. બજાજ ફ્રીડમ 125ના લોન્ચ સાથે હવે લોકો પાસે બાઇકમાં પેટ્રોલ સિવાય CNGનો વિકલ્પ પણ છે.
ફ્રીડમ 125 ભારત સિવાય અન્ય છ દેશોમાં જશે
બજાજ ઓટોના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાકેશ શર્મા કહે છે કે અમારું પ્રથમ ધ્યાન ભારત પર હશે, જે પોતાનામાં એક વિશાળ બજાર છે. સીએનજી રિફ્યુઅલિંગના મર્યાદિત વૈશ્વિક નેટવર્કને જોતા રાકેશ શર્માએ કહ્યું કે આવા માત્ર થોડા જ દેશો છે, જેમાં ઇજિપ્ત, તાન્ઝાનિયા, પેરુ, કોલંબિયા, બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયા છે.
રાકેશ શર્માએ વધુમાં કહ્યું કે એકવાર અમે ભારતીય બજારમાં અમારી પકડ મજબૂત કરી લઈશું, પછી અમે આ દેશોમાં શોધખોળ શરૂ કરીશું. બજાજ ઓટોનો આ પ્લાન માત્ર CNG સેગમેન્ટની બાઇક માટે છે. બજાજ તેની થ્રી-વ્હીલર રેન્જમાં દ્વિ-ઇંધણ વિકલ્પ સાથેના મોડલનું વેચાણ કરે છે અને આ વાહનો ઇજિપ્તના બજારમાં પણ પ્રવેશ કરે તેવી શક્યતા છે.
બજાજ જબરદસ્ત ઉત્પાદન કરી રહ્યું છે
બજાજ ઓટો દેશમાં આ બાઇકની રેન્જ વધારવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીનું ફોકસ શરૂઆતમાં એવા રાજ્યો પર છે જ્યાં CNG નેટવર્કની મજબૂત પકડ છે. આ રાજ્યોમાં ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. બજાજ પ્રથમ 2-3 મહિનામાં આ CNG બાઇકના 10 હજાર મોડલનું ઉત્પાદન કરવા જઈ રહી છે. આ નાણાકીય વર્ષ 2024-25ના અંત સુધીમાં કંપની 30 હજારથી 40 હજાર યુનિટનું ઉત્પાદન કરવાનો પ્રયાસ કરશે.
બજાજનું નામ ભારતના સૌથી મોટા ટુ-વ્હીલર નિકાસકારની યાદીમાં આવે છે. કંપની તેના ટુ-વ્હીલર વેચાણમાંથી 30 થી 40 ટકા નિકાસ કરે છે. બજાજ ઓટોએ વિદેશી બજારમાં ટુ-વ્હીલર સેગમેન્ટમાં ઘણું નામ કમાવ્યું છે. હવે બજાજ પણ આ CNG બાઇકને વિદેશી બજારમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.