શોધખોળ કરો

ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા સરથાણા નેચર પાર્કમાં 'મિશન લાઈફ' અંતર્ગત પર્યાવરણ દિવસની ઉજવણી

ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા સરથાણા નેચરપાર્કમાં 'અમૃતવન' તૈયાર કરાશે

સુરતઃ ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ તેમજ તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા સુરતના સરથાણા નેચરપાર્કમાં વૃક્ષારોપણના માધ્યમથી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વિરલ દેસાઈ દ્વારા સરથાણા નેચરપાર્કમાં અઢીસો વૃક્ષોનું વાવેતર કરીને મિયાવાકી ટેક્નિક પર આધારિત 'અમૃતવન'નું નિર્માણ થશે. ઉલ્લેખનીય છે કે વિરલ દેસાઈની ટીમ દ્વારા નેચરપાર્કમાં પાછલા પાંચ વર્ષોથી નિયમિત રીતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા નેચરપાર્કમાં પાંચ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં નેચરપાર્કના અધિકારી ડૉ. રાજેશ પટેલ તેમજ હિના પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રસંગે વૃક્ષારોપણ માટે ઉપસ્થિત રહેલા ગ્રીનમેન વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, 'સરથાણા નેચર પાર્ક સાથેનો અમારો સંબંધ એક દાયકા જૂનો છે, જ્યાં છેલ્લા પાંચ વર્ષોથી નિયમિત રીતે અમે સાથે મળીને પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ. આ વાર્ષે અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રોજેક્ટ મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણ દિવસ ઉજવ્યો છે, જ્યાં અમે એક આખું 'અમૃતવન' તૈયાર કરી રહ્યા છીએ.' 

ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા સરથાણા નેચર પાર્કમાં 'મિશન લાઈફ' અંતર્ગત પર્યાવરણ દિવસની ઉજવણી

વધુમાં તેમણે માહિતી આપી હતી કે નેચરપાર્કમાં તૈયાર થઈ રહેલ આ 'અમૃતવન' જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી તૈયાર થશે, જ્યાં એક જ પેચમાં બે હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરીને એર ક્વોલિટી અને બાયોડાવર્સિટી પર ફોક્સ કરવામાં આવશે. વિશ્વ પર્યાવરણ દિવસની આ ઉજવણી દરમિયાન પ્લાસ્ટિક સંદર્ભે પણ જાગૃતિ અભિયાન છેડવામાં આવ્યું હતું. તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા મિશન લાઈફ અંતર્ગત જે મુજબની ઈકોફ્રેન્ડલી જીવનશૈલી જીવવાનું આહ્વાન થયું છે એ મુજબની જીવનશૈલી જીવવા માટે શપથ પણ લેવાડવવામાં આવી હતી.

વધુ જુઓ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget