ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
donald trump venezuela oil announcement: વેનેઝુએલામાં થયેલી ઉથલપાથલ ભલે દુનિયા માટે ચિંતાનો વિષય હોય, પરંતુ ભારતીય અર્થતંત્ર (Indian Economy) માટે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

donald trump venezuela oil announcement: અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના તણાવે વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો સામેની લશ્કરી કાર્યવાહી અને ડોનાલ્ડ ટ્રમ્પના આકરા વલણ વચ્ચે ભારત માટે એક સારા સમાચાર છે. નિષ્ણાતોના મતે, આ સત્તા પરિવર્તનથી ભારતને અબજો રૂપિયાનું બાકી લેણું પરત મળી શકે છે અને સસ્તા ક્રૂડ ઓઈલ (Crude Oil) ના દરવાજા ફરી ખૂલી શકે છે.
ભારત માટે સોનેરી તક: અબજો ડોલરની વસૂલાત શક્ય
વેનેઝુએલામાં થયેલી ઉથલપાથલ ભલે દુનિયા માટે ચિંતાનો વિષય હોય, પરંતુ ભારતીય અર્થતંત્ર (Indian Economy) માટે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઉદ્યોગ જગતના જાણકારો અને નિષ્ણાતોનું માનવું છે કે હવે ભારતની અટવાયેલી મોટી રકમ પરત મળી શકે છે. ભારતની સરકારી કંપની ONGC Videsh Ltd (OVL) ના અંદાજે $1 Billion (એક અબજ ડોલર) વેનેઝુએલામાં ફસાયેલા છે, જે હવે વસૂલ થવાની શક્યતાઓ વધી ગઈ છે.
ONGC અને ઓઈલ ફિલ્ડનું ગણિત
ભારતની દિગ્ગજ ઓઈલ કંપની OVL વેનેઝુએલાના સાન ક્રિસ્ટોબલ (San Cristobal) ઓઈલ ફિલ્ડમાં 40% હિસ્સેદારી ધરાવે છે. જોકે, 2014 સુધીનું $536 Million નું ડિવિડન્ડ અને ત્યારબાદની રકમ હજુ સુધી ચૂકવવામાં આવી નથી. 2020 માં અમેરિકાએ લાદેલા કડક પ્રતિબંધો (US Sanctions) ને કારણે આ પ્રોજેક્ટમાં ટેકનોલોજી અને સાધનોનો અભાવ સર્જાયો હતો, જેના લીધે ઉત્પાદન જે પહેલા લાખો બેરલ હતું, તે ઘટીને માત્ર 5,000 થી 10,000 બેરલ પ્રતિ દિવસ થઈ ગયું હતું.
ઉત્પાદન અને આયાત (Import) ફરી વધશે
હવે જ્યારે વેનેઝુએલાનું નિયંત્રણ અમેરિકા (US Control) પાસે આવ્યું છે, ત્યારે પ્રતિબંધો હળવા થવાની આશા છે.
ઉત્પાદન વધશે: જો પ્રતિબંધો હટે તો OVL ગુજરાત અને અન્ય સ્થળોએથી આધુનિક રિગ્સ અને મશીનરી મોકલી શકે છે. જેનાથી દૈનિક ઉત્પાદન 80,000 થી 100,000 બેરલ સુધી પહોંચી શકે છે.
જૂના સંબંધો: ઉલ્લેખનીય છે કે, ભારત એક સમયે વેનેઝુએલા પાસેથી દરરોજ 400,000 બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરતું હતું.
ભારતીય રિફાઇનરીઓ તૈયાર છે
કેપ્લર (Kpler) ના વરિષ્ઠ વિશ્લેષક નિખિલ દુબેના જણાવ્યા મુજબ, વેપાર ફરી શરૂ થવાથી વેનેઝુએલાનું સસ્તું તેલ ભારતીય રિફાઇનરીઓ સુધી પહોંચશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries), નાયરા એનર્જી (Nayara Energy), ઇન્ડિયન ઓઇલ (IOCL) અને HPCL-મિત્તલ એનર્જી જેવી કંપનીઓ પાસે ભારે ક્રૂડ (Heavy Crude Oil) પ્રોસેસ કરવાની ક્ષમતા મોજૂદ છે. આ પગલું વૈશ્વિક બજારમાં તેલના ભાવ સ્થિર કરવામાં અને ભારતને વ્યૂહાત્મક લાભ અપાવવામાં મદદરૂપ થશે.





















