શોધખોળ કરો

નાઇજીરીયા ખાતે થયેલી બોટ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની સહાય

પૂજ્ય મોરારી બાપુએ આ દુર્ઘટના અંગે એમની સંવેદના વ્યક્ત કરી છે. પૂજ્ય બાપુએ આ તમામ મૃતકોના પરિવારજનોને માટે રૂપિયા ૧૧ લાખથી વધારે રકમની સહાય અર્પણ કરી છે.

 પ્રાપ્ત થયેલા અખબારી અહેવાલો અનુસાર નાઇજીરીયા ખાતે એક અત્યંત દુઃખદ બોટ દુર્ઘટના ઘટવા પામી હતી જેમાં એકસૌથી વધુ લોકોના મૃત્યુ થયા હતા. ઉત્તર મધ્ય નાઈજીરિયાના કવારા રાજ્યમાં કોઈ લગ્ન પ્રસંગમાંથી પરત જઈ રહેલા 300 લોકોને લઈ જતી એક નાવ નદીમાં ડૂબી ગઈ હતી. આ ઘટનામાં ૧૦૦ થી વધુ લોકોનાં મોત થયાં છે. તપાસકર્તાઓના કહેવા મુજબ એવું માનવામાં આવે છે કે આ આંકડો વધી પણ શકે છે.

પૂજ્ય મોરારી બાપુએ આ દુર્ઘટના અંગે એમની સંવેદના વ્યક્ત કરી છે. પૂજ્ય બાપુએ આ તમામ મૃતકોના પરિવારજનોને માટે રૂપિયા ૧૧ લાખથી વધારે રકમની સહાય અર્પણ કરી છે. કેન્યા સ્થિત રામકથાના શ્રોતા નિલેશ જસાણી અને તેની પુત્રી શબરી દ્વારા આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. પૂજ્ય મોરારી બાપુએ પ્રત્યેક મૃતકને ભારતીય ચલણ મૂજબ રૂપિયા ૧૧ હજાર અર્પણ કર્યા છે. એમણે અર્પણ કરેલી આ રાશિ સ્થાનિક નાઇજીર ચલણ મૂજબ લગભગ ૬૩ હજાર નાઇરા જેટલી થાય છે.

આ દુર્ઘટનામાં જે લોકોએ પોતાનાં પ્રાણ ગુમાવ્યા છે તેમના નિર્વાણ માટે પૂજ્ય મોરારીબાપુએ શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને પરિવારજનોને દિવસોજી પાઠવી છે.

વધુ વાંચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget