શોધખોળ કરો

ખુશ્બુ પાઠક રૂપારેલના તિતલી ડિઝાઇનર સ્ટુડિયોએ અદભૂત નવરાત્રિ કલેક્શન-'સતરંગી' લોન્ચ કર્યું

ખુશ્બુ પાઠક રૂપારેલ દ્વારા સ્થાપિત તિતલી ડિઝાઇનર સ્ટુડિયોએ 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદમાં યોજાયેલા ટાઈમ્સ ફેશન વીક 2024માં  તેનું અદભૂત નવરાત્રિ કલેક્શન 'સતરંગી'  લોન્ચ કર્યું હતું.

વડોદરા, 08 ઓક્ટોબર: ખુશ્બુ પાઠક રૂપારેલ દ્વારા સ્થાપિત તિતલી ડિઝાઇનર સ્ટુડિયોએ 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદમાં યોજાયેલા ટાઈમ્સ ફેશન વીક 2024માં  તેનું અદભૂત નવરાત્રિ કલેક્શન 'સતરંગી'  લોન્ચ કર્યું હતું, જેને તેની પરંપરા અને આધુનિકતાના અનોખા સંમિશ્રણ માટે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ફેશન પ્રેમીઓ અને વિવેચકો સમાન રીતે સતરંગી કલેક્શનની બોલ્ડ ડિઝાઇન્સ અને વૈભવી કાપડથી પ્રભાવિત થયા હતા. સતરંગી કલેક્શન નવરાત્રિનું એવું એક નવું કલેક્શન છે જેમાં બદલાતા સમયને અનુરૂપ ચણીયા ચોલી સિરીઝ ડિઝાઇન કરવામાં આવી છે. 

કલેક્શન પાછળની પ્રેરણા સમજાવતા, જાણીતા ડિઝાઇનર ખુશ્બુ પાઠક રૂપારેલએ જણાવ્યું હતું કે, “સતરંગીમાં અમે બદલાતા સમય સાથે તેને આધુનિક બનાવવાનો ઉદ્દેશ્ય તો રાખ્યો જ હતો સાથે જટિલ મિરર વર્ક અને દોરા વર્ક પરંપરાગત નવરાત્રી સિઝનની પ્રાચીન ભાવના પણ દર્શાવે છે." 

ખુશ્બુ પાઠક રૂપારેલના તિતલી ડિઝાઇનર સ્ટુડિયોએ અદભૂત નવરાત્રિ કલેક્શન-'સતરંગી' લોન્ચ કર્યું

ગરબા એપેરલ્સની પરંપરાગત ડિઝાઇનમાં કોઇ મોટા ફેરફાર કર્યા વિના તે પહેરવામાં પણ સરળતા રહે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. આ  બાબત એ સતરંગીને ખરેખર અનોખું  બનાવે છે. નૃત્યના સૌથી મોટા તહેવારને એ જ ઉત્સાહ સાથે ઉજવવા માટે ઘુમાવદાર સ્કર્ટ, વાઇબ્રન્ટ પેટર્ન અને આકર્ષક ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. મિરર વર્કની ચમક હોય, વિવિધ રંગોની આભા હોય કે અનોખી ડિઝાઇન હોય, તિતલી ડિઝાઇનર સ્ટુડિયોનું સતરંગી કલેક્શન એ સુનિશ્ચિત કરે છે કે પહેરનાર દરેક વ્યક્તિ ગરબામાં આકર્ષણનું કેન્દ્ર બને. તિતલી ડિઝાઇનર સ્ટુડિયો નવરાત્રિ સ્ટાઇલને બદલવા માગતા દરેક લોકોને આમંત્રણ આપે છે. સતરંગી કલેક્શન હવે ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. કલેક્શન જોવા અથવા ખરીદવા માટે તિતલી ડિઝાઇનર સ્ટુડિયો, એ-10, વ્રજધામ સોસાયટી, અક્ષર ચોક, ઓ.પી. રોડ. વડોદરાની જરૂર મુલાકાત લો। 

(Disclaimer: ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.)
 
વધુ વાંચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget