શોધખોળ કરો

નવરાત્રી પર્વ પર લજ્જા શાહે કોરીયોગ્રાફ કરેલા ગુજરાતના લોક નૃત્યોએ રંગ જમાવ્યો

લજ્જા શાહે જણાવ્યું હતું કે એંટવર્પ ઇન્ડિયન લેડીજ કમિટી દ્વારા આ વર્ષે એંટવર્પ ખાતે નવરાત્રી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત, 18 ઓક્ટોબર: વિશ્વભરમાં ગુજરાતીઓની કીર્તિ ફેલાયેલી છે. અનેક દેશોને ગુજરાતીઓએ કર્મભૂમિ બનાવી છે ત્યારે વિદેશમાં વસતા આવા ગુજરાતીઓએ હંમેશા ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને ભૂલ્યા જ નથી પણ વિદેશમાં પણ ગુજરાતની સંસ્કૃતિને જીવંત પણ રાખી રહ્યા છે. આવા જ વ્યક્તિઓમાં સામેલ છે મૂળ સુરતના લજ્જા શાહ. જેઓએ બેલ્જિયમના એંટવર્પ શહેરને કર્મભૂમિ બનાવનાર લજ્જા શાહે આ વખતે નવરાત્રી પર્વ પર બેલ્જિયમ ખાતે પોતે કોરિયોગ્રાફ કરેલા ગુજરાતના લોક નૃત્ય થકી માત્ર રંગ જ જમાવ્યો નહીં પણ યુરોપ વાસીઓને ઘેલું પણ લગાડ્યું...

લજ્જા શાહે જણાવ્યું હતું કે એંટવર્પ ઇન્ડિયન લેડીજ કમિટી દ્વારા આ વર્ષે એંટવર્પ ખાતે નવરાત્રી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની ઓપનિંગ ઇવેન્ટ માટે તેઓને હાયર કરવામાં આવ્યા હતાં. ત્યારે નવરાત્રિની ઓપનિંગ ઇવેન્ટ યાદગાર બની રહે અને ખાસ તેમાં ગુજરાતની સંસ્કૃતિના દર્શન થાય એ રીતનું આયોજન કરવાનું લજ્જા શાહે નક્કી કર્યું હતું. તેઓએ આ માટે ગુજરાતના ફોક ડાન્સ કોરિયોગ્રાફ કરવાનું નક્કી કર્યું અને 15 જેટલા ગુજરાતના ફોક ડાન્સ કોરિયોગ્રાફ કર્યા હતાં. આ ઇવેન્ટમાં બાળકોથી માંડીને વાયોવૃધ્ધો સહિત 250 લોકોએ ભાગ લીધો હતો. ફોક ડાન્સમાં ગરબાની સાથે જ હુડો, કચ્છી રાસ, સનેડો જેવા લોક નૃત્ય તૈયાર કરાયા હતા અને એક થી દોઢ કલાક સુધી આ ઇવેન્ટ ચાલી હતી અને આખો માહોલ ગુજરાતમય બની ગયો હતો. સમગ્ર ઇવેન્ટ માત્ર આકર્ષણ જ જમાવ્યું ન હતું પણ યુરોપ વાસીઓને ઘેલું પણ લગાડ્યું હતું. લજ્જા શાહે જણાવ્યું હતું કે લોકો માત્ર ગુજરાતના ગરબા મે જ ફોક ડાન્સ તરીકે ઓળખે છે પણ ગુજરાતમાં 20 જેટલા લોક નૃત્ય છે તે પૈકી 15 લોક નૃત્ય મે કોરિયોગ્રાફ કર્યા હતા અને ગુજરાતના વિવિધ લોક નૃત્યોનો બેલ્જિયમ માં વસતા ભારતીયો સાથે જ યુરોપ વાસીઓને તેનો પરિચય કરાવ્યો હતો.

નવરાત્રી પર્વ પર લજ્જા શાહે કોરીયોગ્રાફ કરેલા ગુજરાતના લોક નૃત્યોએ રંગ જમાવ્યો

સુરતમાં ચલાવતા હતા દોડિયો ક્લાસ

લજ્જા શાહ મૂળ સુરતના વતની છે, તેઓ જ્યારે 18 વર્ષના હતા ત્યારે સુરત ખાતે મલ્હાર નામથી સુરત ખાતે દોડીયો ક્લાસ ચલાવતા હતા. હવે છેલ્લા 12 વર્ષથી તેઓ બેલ્જિયમ ખાતે સ્થાયી થાય છે ત્યારે યુરોપમાં પણ તેઓ લોકોને ગરબા સાથે જ ગુજરાતમાં લોક નૃત્યો અને ડાન્સ શીખવાડે છે. એંટવર્પ સાથે જ યુરોપમાં મોટી સંખ્યામાં તેઓના વિદ્યાર્થીઓ છે. એટલું જ નહીં પણ તેઓ ઓનલાઇન ક્લાસના માધ્યમથી પણ લોકોને ડાન્સ શીખવાડી રહ્યા છે.

(Disclaimer: ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.)

વધુ વાંચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
Embed widget