શોધખોળ કરો

મોરારી બાપુએ માનસ સાગર કથામાં લક્ષદ્વીપમાં પ્રવાસન વિકસાવવા સરકારના પ્રયાસોને સમર્થન આપ્યું

ભારત, 12 જાન્યુઆરી, 2024: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મહિને લક્ષદ્વીપની સત્તાવાર મુલાકાત બાદ રાજદ્વારી તોફાન સર્જાયું છે. નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી મનોહર તસવીરો કે જેમાં શાંત દરિયાકિનારા અને પાણીની અંદરના સાહસો દર્શાવવામાં આવ્યા હતાં.

ભારત, 12 જાન્યુઆરી, 2024: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મહિને લક્ષદ્વીપની સત્તાવાર મુલાકાત બાદ રાજદ્વારી તોફાન સર્જાયું છે. નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી મનોહર તસવીરો કે જેમાં શાંત દરિયાકિનારા અને પાણીની અંદરના સાહસો દર્શાવવામાં આવ્યા હતાં. તેનો હેતુ લક્ષદ્વીપના કુદરતી સૌંદર્યને દર્શાવવા માટે હતો. જોકે, આ પોસ્ટથી અજાણતાં જ માલદીવ્સ સાથે વિવાદ સર્જાયો તેમજ સોશિયલ મીડિયા ઉપર યુદ્ધ શરૂ થઇ ગયું, જે રાજદ્વારી વિવાદમાં તબદીલ થઇ ગયું.

માલદીવના યુવા સશક્તિકરણ, માહિતી અને કલાના નાયબ મંત્રી મરિયમ શિઉના અને તેમના સમકક્ષો દ્વારા અશોભનીય  ટિપ્પણીઓ કરવામાં આવી છે. જોકે, હાલમાં કાઢી નાખવામાં આવેલી પોસ્ટમાં, શિઉનાએ માત્ર મોદીની નિંદા કરી નથી પરંતુ અપમાનજનક તુલના પણ કરી હતી, જેમાં ભારતને ગાયના છાણ સાથે સરખાવવાનો સમાવેશ થાય છે.

મોરારી બાપુએ માનસ સાગર કથામાં લક્ષદ્વીપમાં પ્રવાસન વિકસાવવા સરકારના પ્રયાસોને સમર્થન આપ્યું

માલદીવ સરકારે ત્વરિત કાર્યવાહી કરી અને ભડકાઉ ટિપ્પણીઓથી પોતાને દૂર રાખ્યા તેમજ અપમાનજનક ટિપ્પણી કરનાર મંત્રીઓને સસ્પેન્ડ કર્યા હતાં. સરકારે એક નિવેદનમાં સ્પષ્ટતા કરી કે ટિપ્પણીઓ વ્યક્તિગત મંતવ્યો છે અને તે સત્તાવાર નિવેદનનું પ્રતિનિધિત્વ કરતી નથી. આ ઘટના સોશિયલ મીડિયાના યુગમાં રાજદ્વારી સંબંધોના નાજુક પ્રકૃતિને ઉજાગર કરે છે.

મહત્વપૂર્ણ છે કે આ વિવાદ રામાયણના પ્રચારક પૂજ્ય મોરારી બાપુની દૂરદર્શિતાને પ્રકાશમાં લાવે છે, જેમણે લગભગ બે વર્ષ અગાઉ 22 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી, 2022 દરમિયાન લક્ષદ્વીપમાં 'માનસ સાગર' કથાનું આયોજન કર્યું હતું. આ કથાનું નામ 'માનસ સાગર' હતું. જેમાં તેમણે માત્ર આધ્યાત્મિક ઉપદેશો જ આપ્યા નથી, પરંતુ ભારતના ટાપુ પ્રદેશમાં પ્રવાસન વધારવાની પણ હિમાયત કરી હતી. આ કાર્યક્રમે ઘણાં લોકોને આકર્ષ્યા હતા તથા મોરારી બાપુએ સખત કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરીને 26 જાન્યુઆરી, 2022ના રોજ 73માં પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

તિરંગાના મહત્વને પ્રતિબિંબિત કરતા મોરારી બાપુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આપણા ધ્વજનો કેસરી રંગ સત્યનું પ્રતીક છે, સફેદ શુદ્ધ પ્રેમનું પ્રતીક છે અને લીલો રંગ કરુણાનું પ્રતીક છે. આ પવિત્ર દિવસે દરેક ભારતીયને મારી શુભકામનાઓ. વિશ્વના દરેક ભાગમાં આપણો ધ્વજ હંમેશા ગૌરવ સાથે લહેરાતો રહે.”

મોરારી બાપુના ઉપદેશોએ હંમેશા રાષ્ટ્રો વચ્ચે એકતા અને સમજણ પર ભાર મૂક્યો છે. લક્ષદ્વીપમાં તેમની કથા, 'માનસ સાગર' એ પ્રદેશની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને ભારતીયો માટે તેમના પોતાના વૈવિધ્યસભર વારસાને શોધવાની જરૂરિયાતનો પુરાવો હતો. લક્ષદ્વીપમાં પ્રવાસન વધારવા માટે મોરારી બાપુની અગાઉની હાકલ પ્રધાનમંત્રી મોદીની મુલાકાતની આસપાસના વર્તમાન વિવાદમાં વધારાનું મહત્વ ધરાવે છે. તણાવપૂર્ણ રાજદ્વારી સંબંધોના સંદર્ભમાં સાંસ્કૃતિક વિનિમય અને સમજણ માટેની તેમની દ્રષ્ટિ વધુ સુસંગત બને છે.

પરિસ્થિતિની જટિલતામાં ઉમેરો કરતાં તાજેતરના મીડિયા અહેવાલો દર્શાવે છે કે માલદીવમાં પ્રવાસન ભારત પર ભારે આધાર રાખે છે. વર્ષ 2023માં ભારતીય પ્રવાસીઓ દ્વારા 2,09,000થી વધુ ટ્રીપ કરવામાં આવી હતી, જે તેના પર્યટન માર્કેટનો 11 ટકા છે. માલદીવના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓએ ભારતીય રજાઓ માણનારાઓ તરફથી સખત પ્રતિસાદ આપ્યો છે, જેમાંથી કેટલાકએ તેમની નારાજગી વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. હેશટેગ #BoycottMaldives રદ થયેલી ટ્રિપ્સના સ્ક્રીનશૉટ્સ ઓનલાઇન પ્રસારિત થતાં ટ્રેન્ડ થયો.

ભારતીયોની એકતા દર્શાવતાં બોલિવૂડ અભિનેતાઓથી લઈને ક્રિકેટ ખેલાડીઓ સુધીની ભારતીય સેલિબ્રિટીઓએ તેમના ચાહકોને સ્થાનિક સ્થળોની મુલાકાત લેવા વિનંતી કરી છે. આ સોશિયલ મીડિયા ઝુંબેશએ દ્વીપસમૂહની વેકેશન મુલાકાતોમાં અચાનક રસ જગાડ્યો છે, જે પ્રવાસીઓની પસંદગીઓને દિશા આપવામાં લોકોના અભિપ્રાયની શક્તિ દર્શાવે છે.

(Disclaimer: ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.)
વધુ જુઓ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Results 2024: શું મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આ 4 નિવેદનોએ ભાજપનો ભગવો લહેરાવ્યો?
Maharashtra Election Results 2024: શું મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આ 4 નિવેદનોએ ભાજપનો ભગવો લહેરાવ્યો?
Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત 
Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત 
Assembly Election 2024 Result Live Updates:  મહારાષ્ટ્રમાં NDAને પ્રચંડ બહુમત, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન
Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAને પ્રચંડ બહુમત, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો
Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP
Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Embed widget