શોધખોળ કરો

Budget 2022: મોદી સરકારના બજેટમાં આવકવેરાની મુક્તિ મર્યાદા વધારી મધ્યમ વર્ગ-નોકરીયાતોને અપાશે મોટી રાહત, જાણો ટેક્સ સ્લેબમાં શું થશે ફેરફાર ?

Union Budget 2022: આ બજેટમાં લોકોને અનેક આશાઓ છે. વ્યકિતગત કરદાતાઓને આશા છે કે સરકાર ટેક્સમાં રાહત આપશે. જે

Union Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે બજેટ રજૂ કરશે. તેઓ તેમના કાર્યકાળમાં ચોથુ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.આ બજેટમાં લોકોને અનેક આશાઓ છે. વ્યકિતગત કરદાતાઓને આશા છે કે સરકાર ટેક્સમાં રાહત આપશે. જેથી વધારે આવક તેમના હાથમાં આવે અને તે વધુ રોકાણ અને વધારે ખર્ચ કરી શકે.

ટેક્સ સ્લેબમાં શું થઈ શકે છે ફેરફાર

સામાન્ય માણસને આવકવેરામાં મુક્તિ મર્યાદા 2014માં બે લાખથી વધારીને 2.5 લાખ કરવામાં આવી હતી. જ્યારે 60થી વધુ અને 80થી ઓછી વયના નાગરિકો માટે ટેક્સ મુક્તિ મર્યાદા 2.5 લાખથી વધારીને 3 લાખ કરાઈ હતી.  જે બાદ તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેથી નિષ્ણાતો આ વખતે પગારદાર વર્ગને ખુશ કરવા બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદા 2.5 લાખથી વધારીને 3 લાખ કરવા સુધીની જાહેરાત થાય તેમ માની રહ્યા છે. સિનિયર સિટીઝન માટે મર્યાદા ત્રણ લાખથી વધીને 3.5 લાખ થઈ શકે છે.

હાલ બે ટેક્સ સ્લેબ છે

બજેટ 2020માં કેન્દ્ર સરકારે નવી ટેક્સ સિસ્ટમ દાખલ કરી છે. જેમાં નવી સિસ્ટમમાં ટેક્સનો દર 15 ટકા છે.

જૂનો ટેક્સ સ્લેબ

  • 2.5 લાખ સુધી 0 ટકા
  • 2.5 લાખ થી 5 લાખ 5 ટકા
  • 5 લાખથી 10 લાખ 20 ટકા
  • 10 લાખથી વધુ 30 ટકા

નવો ટેક્સ સ્લેબ

  • 0 થી 2.5 લાખ 0 ટકા
  • 2.5 થી 5 લાખ 5 ટકા
  • 5 લાખ થી 7.5 લાખ 10 ટકા
  • 7.5 લાખ થી 10 લાખ 15 ટકા
  • 10 લાખથી 12.50 લાખ 20 ટકા
  • 12.50 લાખથી 15 લાખ 25 ટકા
  • 15 લાખથી વધુની આવક પર 30 ટકા

સામાન્ય જનતાને આ વખતના બજેટથી ઘણી આશાઓ છે. સામાન્ય લોકોથી માંડીને ઘર ખરીદનારાઓ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા હાલની કરમુક્તિ મર્યાદા વધારવાની માંગ છે. એબીપી લાઇવએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોલ કર્યો હતો. જેમાં તેઓએ હોમ લોનના વ્યાજ પર કર મુક્તિ અંગે સામાન્ય લોકોનો અભિપ્રાય જાણ્યો હતો...

પ્રશ્ન - હાલના રૂ. 2 લાખમાંથી હોમ લોનના વ્યાજ પર કર મુક્તિ મર્યાદા કેટલી વધારવી જોઈએ?

i) 2.5 લાખ

ii) 3 લાખ

iii) 5 લાખ

iv) ફેરફારની જરૂર નથી

68.9 ટકા લોકોએ કરી 5 લાખની તરફેણ

આ પોલમાં લગભગ 659 લોકોએ ભાગ લીધો હતો, જેમાંથી 68.9 ટકા લોકો માને છે કે હોમ લોન પર વર્તમાન ટેક્સ લિમિટ 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરવી જોઈએ., 12.7 ટકા લોકો માને છે કે તેમાં કોઈ ફેરફાર ન કરવો જોઈએ, એટલે કે, આ મર્યાદા 2 લાખ પર સ્થિર રાખવી જોઈએ.

આ સિવાય 11.8 ટકા વાચકોનું માનવું છે કે આ મર્યાદા વધારીને 3 લાખ કરવી જોઈએ અને 6.5 ટકા લોકોનું માનવું છે કે સરકારે આ વખતના બજેટમાં આ મર્યાદા વધારીને 2.5 લાખ કરવી જોઈએ.

Budget 2022: મોદી સરકારના બજેટમાં આવકવેરાની મુક્તિ મર્યાદા વધારી મધ્યમ વર્ગ-નોકરીયાતોને અપાશે મોટી રાહત, જાણો ટેક્સ સ્લેબમાં શું થશે ફેરફાર ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

Embed widget