ત્રણ વર્ષમાં આ રીતે થયો ગ્રોથઃ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના આંકડા અનુસાર પતંજલિ આયુર્વેદને 2012-13માં કુલ 95.19 કરોડ રૂપિયાનો નફો થયો હતો. 2014-15માં આ નફો વધીને 196.31 કરોડ રૂપિયા થઈ ગયો. જે પાછલા વર્ષની તુલનામાં 108 ટકાનો વધારો દર્શાવે છે. કંપનીએ વર્ષ 2015-16માં ટેક્સ ચૂકવ્યા બાદ અંદાજે 316.60 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. એટલે કે વિતેલા ત્રણ વર્ષમાં પતંજલિના નફામાં 233 ટકાનો ઉછાળો નોંધાયો. પતંજલિનું વર્ષ 2015-16માં ટર્નઓવર 5 હજાર કરોડ રૂપિયા રહ્યું. કંપની વર્ષ 2017-18માં તે 10 હજાર કરોડ રૂપિયા સુધી લઈ જવા માગે છે.
2/7
બાલકૃષ્ણએ જણાવ્યું કે, સ્વામી જી કહે છે કે લોન લઈને કામ કરો. લોન લેવાથી મગજ ઠીક રહે છે. કંપનીનું વર્ક કલ્ચર પણ યનીક છે, જ્યાં દરેક વ્યક્તિ ઓમનું ઉચ્ચારણ કરી એક બીજાનું અભિવાદન કરે છે. અહીં, માંસાહાર, દારૂ અને સ્મોકિંગ કરવા પર પ્રતિબંધ છે.
3/7
અંદાજે 10 વર્ષ પહેલા પર્સનલ લોન લઈને યાત્રા શરૂ કરનાર બાલકૃષ્મએ ક્યારેય વિચાર્યું નહીં હોય કે પતંજલિ આટલા દૂર સુધી જશે. બાલકૃષ્મએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મેં અંદાજે 50-60 કરોડ રૂપિયાની પર્સનલ લોન લીધી હતી, જ્યારે બેંકમાં મારી પાસે કોઈ ખાતું પણ ન હતું. રામદેવેના અનુયાયી એનઆરઆઈ દંપત્તી સુનીતા અને સરવન પોદારે બાલકૃષ્ણને કારોબાર શરૂ કરવા માટે આ લોન આપી હતી. આ દંપત્તી પાસેથી લેવામાં આવેલી લોન કંપનીએ પરત કરી દીધી છે, પરંતુ આજે પણ કંપનીના શેરમાં તેમનો 3 ટકા હિસ્સો છે. બાલકૃષ્ણ જણાવે છે કે, પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ અને પતંજલિ આયુર્વેદની વચ્ચે કોઈ લિંક નથી.
4/7
બાલકૃષ્ણનું માનવું છે કે, તેમના અથાગ પરિશ્રમનું પરિણામ છે કે થોડા વર્ષોમાં જ પતંજલિ આયુર્વેદ 5 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની બની ગઈ છે. અન્ય એફએમસીજી કંપનીઓથી અલગ પતંજલિની માર્કેટિંગની રણનીતિ જૂની રીતે કરવામાં આવે છે. અન્ય કંપનીઓની જેમ નવી પ્રોડક્ટ્સના લોન્ચિંગમાં અચકાતા હોય છે જ્યારે પતંજલિ માટે આ કોઈ ચિંતાનો વિષય નથી.
5/7
દેશની 100 અમીર લોકોની યાદીમાં સ્થાન મેળવનાર બાલકૃષ્ણનો પતંજલિ આયુર્વેદમાં 97 ટકા હિસ્સો છે. તેમ છતાં તેઓ કોઈ પગાર નથી મેળવતા. વર્ષના બધા દિવસ તેઓ કામ કરે છે અને તેઓ અંદાજે 15 કલાક સુધી કામ કરે છે. તેમનો દાવો છે કે તેમણે આજ સુધી તેમના કામમાંથી એક દિવસની પણ રજા લીધી નથી. એક અંગ્રેજી સમાચારપત્રને આપેલ ઇન્ટરવ્યુમાં બાલકૃષ્ણણે કહ્યું હતું કે, તેઓ રોજ સવાલે 7થી લઈને રાત્રે 10 કલાક સુધી કામ કરે છે. સામાન્ય વ્યક્તિ દિવસમાં 8 કલાક કામ કરે છે પરંતુ તેઓ રોજ 15 કલાક કામ કરે છે. તેઓ પાંચ વ્યક્તિનું કામ એકલા જ કરે છે.
6/7
પતંજલિ આયુર્વેદની સફળતાની પાછળ આચાર્ય બાલકૃષ્ણ જ છે. કોઈપણ પરંપરાગત સીઈઓની સરખામણીએ 43 વર્ષના બાલકૃષ્ણએ કંપનીને ઊંચાઈ સુધી પહોંચાડી છે. તેમની વર્કિગ સ્ટાઈલ પણ ઘણી અલગ છે. તેઓ આઈફોનનો ઉપયોગ કરે છે પરંતુ તેના વર્કસ્ટેશન પર કોમ્પ્યુટરની સુવિધા નથી. તેઓ પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળે છે અને તે મોટેભાગે પોતાની ડેસ્ક પર પ્રિન્ટ ડોક્યુમેન્ટ્સ વાંચવાનો આગ્રહ રાખે છે અને શુદ્ધ હિન્દીમાં વાત કરે છે.
7/7
યોગગુરુબાબા રામદેવના નજીકના સહયોગી આચાર્ય બાલકૃષ્ણે પ્રથમ વખત દેશના 100 સૌથી અમીર લોકોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. પતંજલિ આયુર્વેદમાં 97 ટકા ભાગીદારીથી ફોર્બ્સે તેમની સંપત્તિ 2.5 અબજ ડોલર(લગભગ 16,665 કરોડ) આંકી છે અને તેમને યાદીમાં 48મો ક્રમ મળ્યો છે.