નોટબંધી બાદ નવેમ્બર-ડિસેમ્બર 2016માં બેન્કો પાસે 15.28 લાખ કરોડ રૂપિયા આવ્યા હતા. તેનાથી નાણાકિય વર્ષ 2017માં બેન્કોનો ડિપોઝિટ 15.8 પોઈન્ટ્સ વધીને 108 લાખ કરોડ રૂપિયા થઈ ગયા હતા.
2/4
ગત વર્ષે થયેલા બેન્કિંગ કૌભાંડ બાદ લોકોને હવે બેન્કો પર વિશ્વાસ ઓછો થઈ ગયો છે. લોકોએ હવે ફિક્સ્ડ ડિપોઝિટ(એફડી) થી પૈસાને મ્યૂચુઅલ ફંડ અને શેર બજારમાં રોકાણ કર્યું છે.
3/4
રિપોર્ટ પ્રમાણે નોટબંધી બાદ ડિપોઝીટમાં ઘણો વધારો થયો હતો. તેથી ગત વર્ષે ડિપોઝિટ ગ્રોથ રેટ વધારે હતો. જો કે તેમાંથી ઘણા પૈસા ગત નાણાકિય વર્ષમાં બેન્કિંગ સિસ્ટમમાંથી બહાર નીકળી ગયા છે. તેથી ડિપોઝિટ ગ્રોથમાં ઘટાડો થયો છે.
4/4
નવી દિલ્હી: બેન્ક કૌભાંડ બાદ લોકોને હવે બેન્કો પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. બેન્ક ડિપોઝિટ ગ્રોથ રેટ છેલ્લા 55 વર્ષમાં સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે. આરીબીઆઈ દ્વારા જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે માર્ચ 2018માં પૂર્ણ થયેલા નાણાંકિય વર્ષમાં બેન્કમાં લોકોએ 6.7 ટકા દરે પૈસા જમા કર્યાં જે 1963 બાદ સૌથી ઓછા છે.