શોધખોળ કરો
અનિલ અંબાણીનો દીકરો અંશુલ મેનેજમેન્ટ ટ્રેની તરીકે કંપનીમાં જોડાયો, જાણો વિગત

1/4

અંશુલ ન્યૂયોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાંથી ડિગ્રી પૂરી કર્યા બાદ ટ્રેઇની તરીકે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોડાયો છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ ગ્રુપની એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (ઈપીસી) શાખા છે. અનમોલ અંબાણીએ આ અંગે ટ્વિટ કર્યું હતું.
2/4

મુંબઈઃ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીના નાના પુત્ર અંશુલ અંબાણીએ મેનેજમેન્ટ ટ્રેની તરીકે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોડાયો છે. કંપની તરફથી શનિવારે એક નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું કે, 23 વર્ષીય અંશુલ ગત સપ્તાહે રિલાયન્સ ગ્રુપમાં સામેલ થયો છે.
3/4

અંશુલની જેમ અનમોલ પણ 2014માં ટ્રેઇની તરીકે રિલાન્યસ મ્યુચ્ચુઅલ ફંડમાં સામેલ થયો હતો. જે બાદ 2016માં રિલાયન્સ બોર્ડમાં સામેલ કરવામાં આવ્યો હતો.
4/4

અનમોલ અંબાણીએ કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
Published at : 19 Jan 2019 09:30 PM (IST)
View More
Advertisement