શોધખોળ કરો
ATMમાંથી રૂપિયા ઉપાડવા પડશે મોંઘા, વિથડ્રોઅલ ચાર્જ વધારવાની તૈયારીમાં બેંક
1/5

નવી દિલ્હીઃ બેંક બ્રાન્ચ બાદ હવે એટીએમમાંથી રોકડ ઉપાડવનાનું પણ મોંઘું થઈ શકે છે. બેંક ટૂંકમાં જ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની સંખ્યા ઘટાડી શકે છે અથવા રૂપિયા ઉપાડવા પર વધારે વધારે ચાર્જ વસુલી શકે છે. હાલમાં ગ્રાહકો દર મહિને પાંચ વખત કોઈપણ ચાર્જ ચૂકવ્યા વગર એટીએમમાંથી રૂપિયા ઉપાડી શકે છે. ત્યાર બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન 20 રૂપિયા આપવા પડે છે.
2/5

નોન-ફાઈનાન્શિયલ જેમ કે બેલન્સ ચેક કરવા, ચેક બુક અરજી કરવા માટે બેંક 8.5 રૂપિયા ચાર્જ વસુલે છે. જ્યારે અન્ય બેંકના એટીએમમાંથી દર મહિને માત્ર ત્રણ વખત જ રૂપિયા ઉપાડી શકાય છે. ત્યાર બાદ તમારે 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ આપવો પડે છે.
Published at : 03 Mar 2017 07:31 AM (IST)
View More























