શોધખોળ કરો

Chaitra Vasava controversy: ચૈતર વસાવા પર મૃતકના સગાને લાફો મારવાનો આરોપ

Chaitra Vasava controversy: ચૈતર વસાવા પર મૃતકના સગાને લાફો મારવાનો આરોપ

Chaitra Vasava controversy: ભરૂચના ઝઘડિયામાં આવેલી એક કંપનીમાં લાગેલી આગની ઘટનામાં 2 કામદારોના મોત બાદ મોટો વિવાદ ઊભો થયો છે. આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવા આ મામલે ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. મૃતક કામદારના પરિવારજનો સાથે વળતર મુદ્દે ચૈતર વસાવાની બોલાચાલી અને મારામારી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. પરિવારે ગંભીર આરોપ લગાવ્યો છે કે વસાવા માત્ર કંપની પાસેથી પૈસા ઉઘરાવવા આવ્યા હતા અને તેમણે મૃતકના સગાને લાફો માર્યો હતો, જેની સામે પરિવારે પણ તેમને વળતો લાફો ઝીંકી દીધો હતો. જોકે, બીજી તરફ ચૈતર વસાવાએ આ તમામ આરોપો ફગાવી દઈને પોલીસ અને અન્ય તત્વો પર દોષનો ટોપલો ઢોળ્યો છે.

મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલા ઝઘડિયા જીઆઇડીસીમાં (GIDC) આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ કરુણ ઘટનામાં 2 કામદારોના મોત નીપજ્યા હતા અને અન્ય 15 જેટલા કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા. આ ઘટના બાદ કંપનીએ મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવવાની જાહેરાત પણ કરી દીધી છે. પરંતુ, આ વળતરની વાતચીત ચાલી રહી હતી તે દરમિયાન જ ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના સમર્થકોના ટોળા સાથે કંપની પર પહોંચી ગયા હતા, જ્યાંથી આખો વિવાદ શરૂ થયો હતો.

લાફાકાંડ અને પૈસા ઉઘરાવવાનો આરોપ

જ્યારે ચૈતર વસાવા કંપની પર પહોંચ્યા, ત્યારે મૃતકના પરિવારે તેમને આ મામલામાં મધ્યસ્થી કરવાની કે વચ્ચે પડવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. મૃતકના સબંધીઓનો આરોપ છે કે જ્યારે તેમણે વસાવાને દખલગીરી કરવાની મનાઈ કરી, ત્યારે ઉશ્કેરાઈને ચૈતર વસાવાએ તેમને થપ્પડ મારી દીધી હતી. આના જવાબમાં પરિવારે પણ વસાવાને થપ્પડ મારી હોવાની ચર્ચા છે. પરિવારજનોએ સીધો આક્ષેપ લગાવ્યો છે કે ચૈતર વસાવાને ન્યાય અપાવવામાં કોઈ રસ નથી, તેઓ માત્ર કંપની પાસેથી પોતાના નામે પૈસા ઉઘરાવવા જ અહીં આવ્યા હતા.

ચૈતર વસાવાએ કર્યો બચાવ

આ સમગ્ર 'લાફાકાંડ' મામલે ભારે હોબાળો મચ્યા બાદ ચૈતર વસાવાએ પણ પોતાનું નવું નિવેદન જાહેર કર્યું છે. તેમણે પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. વસાવાનું કહેવું છે કે, "મૃતકના પરિજનોએ જ અમારી સમક્ષ ન્યાયની માંગણી કરી હતી, અને પરિવારની માંગ પર જ અમે કંપની પર ગયા હતા." તેમણે વધુમાં દાવો કર્યો છે કે મૃતકના પરિવાર સાથે જેમને કોઈ લેવાદેવા જ નથી, તેવા બહારના લોકોએ ત્યાં આવીને બબાલ કરી હતી. આ સાથે જ વસાવાએ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવતા આરોપ લગાવ્યો છે કે પોલીસે ખોટી રીતે ટોળા પર બળપ્રયોગ કર્યો હતો.

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
Polymer Banknotes: પ્લાસ્ટિકની 1 અબજ નૉટ બનશે, 10 અને 20 રૂપિયાની કરન્સીના ટ્રાયલને મંજૂરી
Polymer Banknotes: પ્લાસ્ટિકની 1 અબજ નૉટ બનશે, 10 અને 20 રૂપિયાની કરન્સીના ટ્રાયલને મંજૂરી
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Embed widget