શોધખોળ કરો
રિલાયન્સ Jio અને BSNL વચ્ચે થયો કરાર, રોમિંગ દરમિયાન ગ્રાહકોને થશે ફાયદો
1/4

જ્યારે રિલાયન્સ જિઓના મેનેજિંગ ડાયરેક્ટર સંજય મશ્રુવાલાએ કહ્યું કે, નેટવર્કના મામલે બીએસએનેલ ગ્રામીણ ક્ષેત્રમાં મજબૂત પકડ ધરાવે છે જેનો ફાયદો અમારા ગ્રાહકોને મળશે. રોમિંગના સમયે આ એગ્રીમેન્ટ અમારા માટે ફાયદાકારક છે. ગ્રાહકોને નેટવર્ક સંબંધિત સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે અને તે સંપર્કમાં રહેવાની સુવિધાનો લાભ લઈ શકશે. રિલાયન્સ જિઓ પોતાના ગ્રાહકો માટે નવી જનરેશનનું નેટવર્ક સ્થાપિત કરી રહ્યું છે.
2/4

તેમણે વધુમાં જણાવ્યું કે, 3 મહિનાની અંદર અમે અમારા નેટવર્કને અપગ્રેડ કરીશું. તેમણે કહ્યું કે, બીએસએનએલના એવા ગ્રાહકોને આ કરારથી ફાયદો થશે કે જેમની પાસે 4G હેન્ડસેટ હશે. તેઓ રિલાયન્સ જિયોની 4G સર્વિસનો ઉપયોગ કરી શકશે.
Published at : 13 Sep 2016 06:52 AM (IST)
View More





















