આ ઓફર 5 ફેબ્રુઆરી, 2019થી લઈને 9 ફેબ્રુઆરી,2019 સુધી માન્ય છે. આ ટિકિટો પર 25 સપ્ટેમ્બર 2019 સુધી મુસાફરી કરી શકાશે. વહેલા તે પહેલાનો ધોરણે ટિકિટ બુકિંગ કરાવી ઓફરનો લાભ લઈ શકાશે.
2/4
ઘરેલુ ઉડાનનું પ્રારંભિક ભાડું 899 રૂપિયા (તમામ કર સહિત) અને આંતરરાષ્ટ્રીય ઉડાનનું ભાડું 3,599 રૂપિયા (તમામ કર સહિત) રાખવામાં આવ્યું છે. એરલાઇન્સ દ્વારા એસબીઆઇના ક્રેડિટ કાર્ડ દ્વારા ટિકિટ ખરીદી પર 10 ટકા વધારાની છૂટ અને ફ્રી પ્રાયોરિટી ચેક ઇન ઓફર કરી રહી છે. આ માટે SBISALE પ્રોમો કોડનો ઉપયોગ કરવો પડશે. વધારાની છૂટ અને એસબીઆઈ કૂપન માત્ર કંપનીની વેબસાઇટ દ્વારા ટિકિટ બુક કરાવવાથી જ મળશે.
3/4
મુસાફરો પ્રોમો કોડ ADDON25 ઉપયોગ કરીને અનુકૂળ સીટ, ફૂડ અને સ્પાઇસ મેક્સ પર 25 ટકાની છૂટ પણ મેળવી શકે છે. જો ટ્રાવેલર્સ મોબાઇલ એપ દ્વારા ટિકિટ બુક કરાવશે તો તેને 5 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ માટે ADDON30 પ્રોમો કોડનો ઉપયોગ કરવો પડશે.
4/4
નવી દિલ્હીઃ દેશની બજેટ એરલાઇન્સ સ્પાઇસ જેટે મુસાફરો માટે એક સેલ શરૂ કર્યો છે. જેમાં ઘરેલુ ઉડાન માટે ભાડુ પ્રતિ કિલોમીટર 1.75 રૂપિયા અને આંતરરાષ્ટ્રીય ઉડાન માટે ભાડું 2.50 રૂપિયા પ્રતિ કિલોમીટર રાખ્યું છે. આ ઓફર મર્યાદીત સમય માટે જ છે.