શોધખોળ કરો
ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવી પડી શકે છે મોંઘી, જાણો કેટલો થાય છે એક્સ્ટ્રા ચાર્જ
1/5

જ્યારે પણ કોઈ મર્ચન્ટ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ સ્વીકારે છે તો તેને વધારાનો ખર્ચ ભોગવવો પડે છે જેનો ભાર તે ગ્રાહકો પર નાંખે છે. ઘરેલુ સામાન તમે ઓનલાઈન પણ ખરીદી શકો છે અને તેનું પેમેન્ટ પણ તમે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી કરી શકો છો. પરંતુ અહીં પણ શરતો હોય છે. એક નક્કી રકમ કરતાં ઓછો સામાન ખરીદવા પર તમારે ડિલિવરી ચાર્જ ચૂકવવો પડે છે. આ ડિજિટલ પેમેન્ટના નુકસાન છે. તમે ઓછા ખર્ચમાં રોકડમાં ઓટોવાળાને ચૂકવણી કરીને ગમે ત્યાં આવી જઈ શકો છો. પરંતુ જો તમે ડિજિટલ પેમેન્ટ કરીને જ્યાં જવા માગો છો ત્યાં તમારે ટેક્સીની મદદ લેવી પડે છે અને તે મોંઘી પડે છે.
2/5

તમે મેટ્રો શહેરમાં રહો છો તો ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ઉપરાંત મર્ચન્ટને ડિજિટલ વોલેટ જેમ કે પેટીએમ અથવા મોબિક્વિકથી ચૂકવણી કરી શકો છો. અહીં ડિજિટલ પેમેન્ટ વધારે પ્રચલિત છે. ગામડામાં કેશલેસ ટ્રાન્ઝેક્શન પડકારજનક છે. એક અહેવાલ અનુસાર પ્રતિ વ્યક્તિ પ્રમાણે ભારતમાં પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ (PoS) અથવા કાર્ડ સ્વાઈપિંગ મશીન વિશ્વમાં સૌથી ઓછા છે. નાની નાની ચૂકવણી માટે ડિજિટલ વોલેટ અથવા કાર્ડનો ઉપયોગ દરેક જગ્યાએ શક્ય નથી.
Published at : 01 Dec 2016 08:11 AM (IST)
Tags :
DeMonetisationView More





















