પરાગ મિલ્કનું કહેવું છે કે, અમે પ્રિમીયમ મિલ્ક બ્રાન્ડ પ્રાઈડ ઓફ કાઉઝ દિલ્હી એનસીઆરમાં લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. અમે આ દૂધને 120 રૂપિયા પ્રતિ લીટરે વેચીશું. શરૂઆતમાં અમે 10 હજાર લીટર પ્રતિ દિવસ સપ્લાય કરીશુ અને છ મહિનામાં તેને 20 હજાર લીટર સુધી પહોંચાડવામાં આવશે. નોંધનીય છે કે, પુણે મુંબઈમાં આ દૂધ 95 રૂપિયા પ્રતિ લિટરે વેચાય છે.
2/3
પરાગ મિલ્ક છેલ્લા નાણાંકીય વર્ષમાં કંપની પોતાના ત્રણ પ્લાંટ્સ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને હરિયાણામાં લગાવી ચુકી છે. આ પ્લાંટ્સની કુલ ક્ષમતા પ્રતિ દિવસ 29 લાખ લીટર દૂધ પ્રોસેસ કરવાની છે. કંપની ગોવર્ધન, ગો અને પ્રાઈડ ઓફ કાઉઝ બ્રાન્ડ હેઠળ દૂધ અને બીજી ડેરી પ્રોડક્ટ વેચે છે. આ સાથે જ કંપનીએ સોનીપતમાં એક પ્લાંટ સ્થાપ્યા બાદ ઓગષ્ટમાં દિલ્હી-એનસીઆરમાં ગાયના દૂધની સપ્લાય શરૂ કરી દીધી છે.
3/3
નવી દિલ્હીઃ દિલ્હીના લોકને હવે સીધા પુણેની ડેરી ફાર્મથી તેમના ઘરે પ્રીમિયમ ક્વોલિટીનું શુદ્ધ દૂધ મળસે. 120 રૂપિયા પ્રતિ લિટરની કિંમત પર મળનારું આ દૂધ દરરોજ ફ્લાઈટથી સીધા જ દિલ્હી લાવવામાં આવશે. પરાગ મિલ્ક ફૂડ્સ લિમિટેડે દિલ્હી એનસીઆરના બજારમાં દરરોજ 10,000 લિટર પ્રીમિયમ તાજું ગાયનું દૂધ સપ્લાઈ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ આ પ્રીમિયમ દૂધ ‘પ્રાઈડ ઓફ કાઉઝ’ બ્રાન્ડના નામથી વેચશે.