શોધખોળ કરો
Aadhaar : બેંક ખાતુ આધાર સાથે લિંક છે કે નહી ? આ રીતે ચેક કરી લો
Aadhaar : બેંક ખાતુ આધાર સાથે લિંક છે કે નહી ? આ રીતે ચેક કરી લો
પ્રતિકાત્મક તસવીર
1/7

બેંક ખાતું આધાર સાથે લિંક થયેલું છે કે નહીં તે જાણવા માટે તમે સરળ સ્ટેપ્સ ફોલો કરી શકો છો. આધાર એ 12 અંકનો ઓળખ નંબર છે જેનો ઉપયોગ ઘણા હેતુઓ માટે થાય છે. આજકાલ બેંક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવતી વખતે આધારની માહિતી અને KYC આપવી ફરજિયાત બની ગઈ છે.
2/7

તમે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા 'myAadhaar' ના અધિકૃત પોર્ટલની મુલાકાત લઈને તમારા કયા ખાતાને આધાર સાથે લિંક કરેલ છે તે ચકાસી શકો છો. નોંધનીય બાબત એ છે કે આરબીઆઈના નિયમો અનુસાર, જો તમારી પાસે એકથી વધુ ખાતા છે તો તમારે બધા ખાતાઓને આધાર સાથે લિંક કરવા જરૂરી છે.
3/7

UIDAI ની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર ક્લિક કરો. આગળ માય આધાર ટેબ પર ક્લિક કરો અને ડ્રોપ ડાઉન મેનુ પર જાઓ અને આધાર સેવા પસંદ કરો.
4/7

આધાર સેવાઓ વિભાગ પર જાઓ અને આધાર અને બેંક એકાઉન્ટ લિંકિંગ સ્ટેટસ ચેક કરો પર ક્લિક કરો. આગળનું પેજ ખુલશે જેમાં તમને આધાર નંબર 12 મળશે.
5/7

આગળ Send OTP પર ક્લિક કરો અને અહીં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરો. OTP દાખલ કર્યા પછી, તમને તરત જ ખબર પડશે કે તમારું કયું બેંક એકાઉન્ટ તમારા આધાર સાથે લિંક છે.
6/7

આ સિવાય જો તમે ઇચ્છો તો બેંકમાં જઇને એ પણ જાણી શકો છો કે તમારું એકાઉન્ટ આધાર સાથે લિંક છે કે નહીં. જો લિંક ઉપલબ્ધ ન હોય, તો તમારે જઈને આધાર લિંક ફોર્મ ભરવું જોઈએ. તમારા આધાર અને PAN ની માહિતી આપો. KYC કરાવો અને આ પછી થોડીવારમાં તમારું આધાર PAN સાથે લિંક થઈ જશે.
7/7

આધારકાર્ડ હાલ ભારતમાં ખૂબ જ મહત્વરપૂર્ણ દસ્તાવેજ છે. દરેક સરકારી કામમાં આધારકાર્ડની જરુર પડે છે.
Published at : 29 Dec 2024 08:15 PM (IST)
આગળ જુઓ
Advertisement





















