કર્ણ શર્માને આ વખતેની હરાજીમાં CSKની ફ્રેન્ચાઈઝીએ 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કર્ણ આ સીઝનમાં માત્ર 6 જ મેચો રમી જેમાં ફાઈનલ પણ શામેલ હતી. તેણે આ દરમિયાન 4 જ વિકેટ લીધી પણ ધોનીએ તેના પર વિશ્વાસ ટકાવી રાખ્યો.
2/7
આ વર્ષે પણ કર્ણનું શાનદાર નસીબ ચમક્યું અને તે ચેન્નઈ સુપરકિંગ્સનો ભાગ હતો જેણે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી IPL2018ની ટ્રૉફી ઉંચકી.
3/7
2017માં કર્ણ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો અને મુંબઈએ પુણે સુપરજાયન્ટ્સને હરાવી ખિતાબ પોતાના નામે કર્યો હતો.
4/7
કર્ણ 2016માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો અને તે વર્ષે હૈદરાબાદ ચેમ્પિયન બની હતી.
5/7
કર્ણ શર્મા એકમાત્ર એવો ખેલાડી છે જે સતત ત્રણ વર્ષથી આઈપીએલની વીજેતા ટીમનો સભ્ય હોય.
6/7
ચેન્નઈની જીત વૉટસન ઉપરાંત અન્ય એક ખેલાડી માટે ખુબ ખાસ બની ગઈ અને તે છે CSKનો સ્પિનર કર્ણ શર્મા. આ બોલરે ફાઈનલમાં માત્ર એક જ વિકેટ ઝડપી પણ તેમ છતા તેના માટે આ ફાઈનલ ખૂબ જ રસપ્રદ કારણને લીધે યાદગાર બની ગઈ. નોંધનીય છે કે, કર્ણ શર્મા છેલ્લા ત્રણ વર્ષમાં જે ટીમો તરફથી રમ્યો છે તે બધી જ ટીમો ચેમ્પિયન બની છે.
7/7
નવી દિલ્હીઃ આઈપીએલ 2018ની ફાઈનલમાં સીએસકેએ હૈદ્રાબાદને 8 વિકેટે હાર આપી ત્રીજી વખત આઈપીએલ ખિતાબ પર કબ્જો જમાવ્યો હતો. આ જીતમાં શેન વોટ્સનની ભૂમિકા સૌથી મહત્ત્વની રહી અને તેણે 57 બોલમાં અણનમ 117 રન બનાવ્યા. ચેન્નઇની આ જીતમાં એક વસ્તું ખૂબ જ ખાસ રહી, તે એક એવા લક ફેક્ટરનું છે જેના વિશે જાણીને તમે પણ હેરાન રહી જશો.