બોડી કલર બમ્પર્સ, ડ્યૂઅલ રિવર્સિંગ લેમ્પ અને હાઇ માઉન્ટેડ સ્ટોપ લેમ્પ, ફોગ લેમ્પ બેઝલ, એચઆઇડી હેડલેમ્પ્સ, એલઇડી ડે ટાઇમ રનિંગ લેમ્પ્સ, રોકર બમ્પર ક્લેડિંગ, રૂફ રેઇલ્સ, ડ્રાઇવર ફૂટરેસ્ટ, ડ્રાઇવર સીટ હાઇટ એડજેસ્ટ, રિયર વ્યૂ કેમેરા, રિયર સીટ સેન્ટર આર્મરેસ્ટ અને કપ હોલ્ડર, રિયર પેકેજ ટ્રે, રેઇન સેન્સિંગ વાઇપર્સ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
2/5
ફીચરની વાત કરીએ તો કારમાં ફોર્ડ ડોર સોફ્ટ આર્મરેસ્ટ, ફ્રન્ટ મેપ લેમ્પ્સ, ફ્યુઅલ કોમ્પ્યુટર(આઉટ સાઇડ ટેમ્પ્રેચર ડિસપ્લે), ગ્લવ બોક્સ ઇલ્યુમિનેશન, થિયેટર ડિમિંગ કેબિન લાઇટ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઓડિયો કન્ટ્રોલ સ્ટીયરિંગ વ્હીલ્સ, ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, બ્લેક આઉટ બી પીલર સ્ટ્રિપ્સ, બ્લેક પેઇન્ટેડ રૂફ, બોડી કલર એક્સ્ટિરિયિર ડોર હેન્ડલ્સ અને આઉટસાઇડ મિરર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
3/5
ડીઝલ વેરિયન્ટની વાત કરીએ તો તેમાં 1498 સીસી, 1.5 લિટર, 4 ઇનલાઇન સિલિન્ડર, ટીડીસીઆઇ ડીઝલ એન્જિન આપવામાં આવશે. જે 3750 આરપીએમ પર 100 પીએસ પાવર અને 1750-3250 આરપીએમ પર 205 એનએમ ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ સાથે આવશે. કંપનીના દાવા અનુસાર 23 કિ.મી. પ્રતિ લિટરની એવરેજ આપશે આ કાર. આગળ વાંચો કારમાં કેવા ફીચર્સ હશે...
4/5
નવી દિલ્હીઃ ફોર્ડ ઇન્ડિયાએ સોમવારે પોતાની નાની એસયૂવી કાર ઇકોસ્પોર્ટનું નવું એડિસન રજૂ કર્યું છે. દિલ્હીમાં તેની એક્સ શોરૂમ કિંમત 10.4 લાખ રૂપિયાથી 11.89 લાખ રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે. સનરૂફથી સજ્જ સિગ્નેચર એડિશનના પેટ્રોલ વેરિયન્ટની કિંમત 10.40 લાખ રૂપિયા અને ડીઝલ વેરિયન્ટની કિંમત 10.99 લાખ રૂપિયા રાખામાં આવી છે. કંપનીએ ઉપરાંત ઇકોસ્પોર્ટ એસ વર્ઝન પણ રજૂ કર્યું છે.
5/5
એન્જિનની વાત કરીએ ઇકોસ્પોર્ટ એસ પેટ્રોલમાં 999 સીસી, 1.0 લિટર, 3 સિલિન્ડર, જીટીડીઆઇ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે 6 હજાર આરપીએમમાં 125 પીએસ પાવર અને 1500-4500 આરપીએમ પર 170 એનએમ ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ સાથે આવશે. કંપનાના દાવા અનુસાર કાર 18.1 કિ.મી. પ્રતિ લિટરની એવરેજ આપશે. જ્યારે સિગ્ન્ચર પેટ્રોલ વેરિયન્ટ કારમાં 1497 સીસી, 3 ઇનલાઇન સિલિન્ડર, ટીઆઇવીસીટી પેટ્રોલ એન્જિન છે જે 6500 આરપીએમ પર 123 પીએસ પાવર અને 4500 આરપીએમ પર 150 એનએમ ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ સાથે આવશે. કંપનીના દાવા અનુસાર આ કાર 17 કિ.મી. પ્રતિ લિટરની એવરેજ આપશે.