શોધખોળ કરો
કોઈપણ ચીજ MRP થી વધુ ભાવે વેચી તો થશે દંડ, ફરિયાદ મળવા પર સરકાર ઉઠાવશે પગલા, જાણો કેવી રીતે કરશો ફરિયાદ
1/5

ખાદ્ય મંત્રાલયનું કહેવુ છે કે, જો કોઇ એમઆરપીથી વધુ કિંમત લે તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. તેણે દુકાનનું નામ અને પ્રોડકટ અંગે વિવરણ દેવુ પડશે. અધિકારી ખુદ જઇને તપાસ કરશે. આ માટે ફરિયાદ ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૧૪૦૦૦ અને ૦૧૧-ર૩૭૦૮૩૯૧ અથવા એસએમએસ ૮૧૩૦૦૦૯૮૦૯ અથવા consumerhelpline.gov.in ઉપર થઇ શકે છે.
2/5

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની ફરિયાદો મળ્યા બાદ એરપોર્ટ સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્ષ પર નજર રાખવામાં આવી રહી છે કે ચીજો એમઆરપીના ભાવે જ વેચાય છે કે નહી ? સરકારને અનેક ફરિયાદો મળતા પગલા લેવાનુ નક્કી થયુ છે. આ મામલામાં અત્યાર સુધી આવેલી ફરિયાદોના આધારે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. પાસવાનનું કહેવુ છે કે દુકાનદાર અને ગ્રાહકે એ બાબતને સમજવી જોઇએ કે આ પ્રકારની ગેરરીતિ કરનારાઓ માટે કાર્યવાહી કરવા આપણી પાસે કાનૂન છે અને યોગ્ય પાવર પણ છે એવામાં જરૂરી છે કે, ગ્રાહક જાગૃત બને અને તેની ફરિયાદ ખાદ્ય મંત્રાલયને કરે. એમઆરપી વધુ લખાયુ હોય તો અમે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. સંબંધિત અધિકારી આ મામલામાં પ્રાઇઝ કેપીંગ કરી શકે છે. ભલે એમઆરપી ગમે તે લખેલી હોય.
Published at : 15 Oct 2016 10:47 AM (IST)
Tags :
SaleView More





















