ઉપાધ્યક્ષ તેજિન્દર ઓબેરોયે ઉમેર્યું હતું કે, ‘વિદેશના બજારો ઉપરાંત આપણા પોતાના રાજ્યમાં ઉપલબ્ધ આ તકો સાથે ગુજરાતના આઈટી, આઈટીઈએસ અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગો સ્થાનિક તેમજ વૈશ્વિક બજારો માટે અજોડ સ્થિતિનો લાભ મેળવી શકે છે.’ ગેસિઆના માનદ સચિવ પ્રણવ પંડ્યાએ જણાવ્યું હતું કે, ‘સંગઠને સભ્ય કંપનીઓને આ સેક્ટરની જરૂરિયાતો પૂરી કરવા અને વિકાસ કરવા માટે નવીન ઉત્પાદનો, સોલ્યુશન્સ અને આઈપી વિકસાવવા બળ પૂરું પાડવાનો નિર્ણય કર્યો છે.’
2/4
અમદાવાદ: ગેસિઆ આઈટી એસોસિએશન દ્વારા વર્ષ 2018-19 માટે નવા પદાધિકારીઓની નિમણૂકકરવામાં આવી છે. નેટવેબ સોફ્ટવેરના સીઈઓ મૌલિક ભણસાલી સંસ્થાના અધ્યક્ષ અને નિર્દેશક તરીકેનો હોદ્દો સંભાળશે, જ્યારે સીગ્નેટ ઈન્ફોટેક પ્રા. લિ.ના તેજિન્દર ઓબેરોય નવા ઉપાધ્યક્ષ અને નિર્દેશક બન્યા છે. દેવ આઈટી લિ.ના સહસ્થાપક અને અધ્યક્ષ પ્રણવ પંડ્યા નવા સચિવ અને નિર્દેશક છે તથા સમ્સ કોર્પસોલ્યુશન્સના ઉમેશ રતેજા સંયુક્ત સચિવ અને નિર્દેશક છે. ઈઝી પે પ્રા. લિ.ના નિલય પટેલ ખજાનચી અને નિર્દેશક તરીકે નિયુક્ત થયા છે.
3/4
મૌલિક ભણસાલીએ ઉમેર્યું કે, ‘આ ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી કરવા માટે કુશળ માનવબળની પણ જરૂર હોવાનું સંગઠનના ધ્યાનમાં આવ્યું છે. સંગઠન ભાવી ટેક્નોલોજી પર કુશળતા અને પુન: કુશળતા વિકસાવવાના મુદ્દે ગુજરાત રાજ્યમાં અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ સાથે કામ કરશે. ભાવી ઉદ્યોગો અને નવા ઉદ્યોગસાહસિકોને કાયદા, બૌદ્ધિક સંપદા, માનવ સંશાધન, ટ્રેડ ફેરમાં ભાગીદારી, આઈટી નીતિઓ, એમએસએમઈ નીતિઓ, સ્ટાર્ટ અપ નીતિઓ જેવા ક્ષેત્રોમાં માર્ગદર્શનની જરૂર પડશે. આ મહત્વના ક્ષેત્રોમાં સભ્યોને માર્ગદર્શન આપવા ઉદ્યોગના વ્યાવસાયિકોની મદદ સાથે સંગઠન મફત હેલ્પ ડેસ્ક સ્થાપશે. સ્ટાર્ટ-અપ્સ સાથે આઇસીટી ઉદ્યોગ એસએમઇ દ્વારા નવીનતમ ઉકેલોની પહેલ સંગઠનના મુખ્ય ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રોમાંની એક હશે અને આ નવીન ઉકેલો અને ઉત્પાદનો બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.’
4/4
ગેસિઆના અધ્યક્ષ મૌલિક ભણસાલીએ જણાવ્યું કે, ‘ગુજરાત ઉત્પાદન, ફાર્મા, પેટ્રોકેમિકલ્સ, ઓટોમોબાઈલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી અને એન્જિનિયરિંગ સર્વિસીસ જેવા કેટલાક મહત્વના ક્ષેત્રોમાં ગુજરાત અગ્રેસર છે. આમાંથી અનેક ઉદ્યોગો આગામી કેટલાક વર્ષોમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થઈ રહ્યા છે અથવા પસાર થશે. આથી આ મહત્વના ક્ષેત્રોમાં અત્યાધુનિક ટેક્નોલોજી સોલ્યુશન્સ, ઉત્પાદનો અને સેવાઓ માટે વ્યાપક સ્તર પર જરૂરિયાત ઊભી થશે.’