શોધખોળ કરો
ફાટેલી નોટ બદવાનું થયું સરળ, RBIએ જારી કર્યા 4 નિયમ
1/4

તમે ફાટેલી નોટથી તમારા બિલ કે ટેક્સની ચૂકવણી કરી શકો છો. તમે નોટ ખાતામાં પણ જમા કરાવી શકો છો. રિઝર્વ બેન્કના નિયમઅનુસાર, આ નોટોને ફરી જાહેર કરી શકાય છે. કેન્દ્રીય બેન્ક નવી નોટ જાહેર કરશે. સાથે ધ્યાન રાખો કે, ફાટેલી નોટનો 51 ટકા ભાગ તમારી પાસે હોવી જરૂરી છે. તમે પાંચ નોટ સુધીની સંખ્યામાં નોટ તે બેન્કમાં બદલી શકો છો, જે તમારા ખાતામાં જમા નથી થતી. જેના બદલામાં બેન્ક તમને રીસિપ્ટ આપશે. આ જમા બદલે તમને 30 દિવસમાં રકમ આપવામાં આવશે.
2/4

આરબીઆઈ નિયમ અનુસાર, દરેક બેન્કે જુની, ફાટેલી નોટ સ્વીકાર કરવી પડશે, બસ તે નકલી ન હોવી જોઈએ. જેથી તમે સરળતાથી નજીકની બેંક શાખામાં જઈને તમારી નોટ બદલી શકો છો. નોટ બદલવા માટે કોઈ ફી નથી. એટલું જ નહીં કોઈ પણ બેન્કમાં તમે નોટ બદલી શકો છો, તેના માટે તમારે તે બેન્કના ગ્રાહક હોવું જરૂરી નથી.
Published at : 28 Aug 2018 07:47 AM (IST)
View More





















