શોધખોળ કરો
SBIમાં એકાઉન્ટ છે તો જાણી લો આ બે નવા નિયમ, થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર, જાણો વિગત
1/3

આ ઉપરાંત એસબીઆઈએ નેટબેંકિંગનો વપરાશ કરતાં ગ્રાહકોને એક મોટી ગિફ્ટ પણ આપી છે. એસબીઆઇના કસ્ટમર હવે માત્ર પાંચ મિનિટમાં તેનું એકાઉન્ટ બીજી બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી શકશે. આ માટે કસ્ટમર ઓનલાઇન બેંકિંગનો વપરાશ કરતાં હોવા જરૂરી છે. જે ગ્રાહકોનું કેવાયસી અપડેટ હશે અને મોબાઇલ નંબર રજિસ્ટર્ડ હશે તેઓ નેટબેંકિંગ દ્વારા આ સેવાનો લાભ લઈ શકશે.
2/3

આરબીઆઈ દ્વારા 3 મહિના પહેલા બેંકોને 1 જાન્યુઆરી, 2019થી નોન સીટીએસ ચેક બુકનો ઉપયોગ બંધ કરવા સૂચના આપી હતી. આરબીઆઈના નિર્દેશનું પાલન કરીને બેંક આવી ચેક બુકો બંધ કરવા જઈ રહી છે. એસબીઆઇ ઉપરાંત પંજાબ નેશનલ બેંકે પણ જૂની ચેક બુકનો ઉપયોગ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે.
Published at : 03 Dec 2018 04:50 PM (IST)
View More





















