રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
Grant in Aid schools: શહેરી વિસ્તારમાં 80% અને ગ્રામ્યમાં 55% હાજરી ફરજિયાત: નિયમ નહીં પળાય તો 100% સુધી ગ્રાન્ટ પર કાતર.

- હવેથી ગ્રાન્ટેડ શાળાઓને મળતી સરકારી સહાયનો સીધો આધાર વિદ્યાર્થીઓની હાજરી પર રહેશે.
- શહેરમાં 80% હાજરી ફરજિયાત છે; જો 60% થી ઓછી હશે તો 100% ગ્રાન્ટ બંધ થશે.
- ગામડામાં 55% હાજરી જરૂરી છે; જો 40% થી ઓછી હશે તો ગ્રાન્ટ સદંતર અટકાવી દેવાશે.
- શહેરી શાળાઓમાં જો હાજરી 80% થી ઓછી નોંધાશે, તો 25% ગ્રાન્ટ કાપી લેવામાં આવશે.
- આ નિર્ણય કાગળ પર ચાલતી શાળાઓ બંધ કરવા અને વિદ્યાર્થીઓની નિયમિતતા વધારવા માટે લેવાયો છે.
Grant in Aid schools: ગુજરાતના શિક્ષણ વિભાગ (Education Department) એ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે કડક વલણ અપનાવ્યું છે. હવેથી શાળાઓને મળતી સરકારી સહાય એટલે કે ગ્રાન્ટનો સીધો આધાર વિદ્યાર્થીઓની હાજરી (Student Attendance) પર રહેશે. લઘુમતી શાળાઓ સહિત તમામ ગ્રાન્ટ ઇન એઇડ (Grant-in-Aid) શાળાઓ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા નિયત ટકાવારી કરતા ઓછી હશે, તો શાળાની ગ્રાન્ટમાં મોટો કાપ મુકવામાં આવશે, જે 100% સુધી પણ હોઈ શકે છે.
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવા અને શાળાઓમાં વિદ્યાર્થીઓની નિયમિતતા વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી ગ્રાન્ટેડ શાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે ગ્રાન્ટ મળતી હતી, પરંતુ હવે તેમાં 'હાજરી'ના ધોરણો ઉમેરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગે જાહેર કરેલા પરિપત્ર મુજબ, શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારો માટે અલગ-અલગ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.
શહેરી વિસ્તારો માટે કડક નિયમ (Rules for Urban Areas) શહેરી વિસ્તારમાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓ માટે નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે.
- અહીં વિદ્યાર્થીઓની 80% હાજરી ફરજિયાત કરવામાં આવી છે.
- જો હાજરીનું પ્રમાણ 80% કરતા ઓછું હશે, તો મળવાપાત્ર ગ્રાન્ટમાંથી 25% રકમ કાપી લેવામાં આવશે.
- સૌથી મહત્વની વાત એ છે કે, જો શહેરી વિસ્તારની કોઈ શાળામાં વિદ્યાર્થીઓની હાજરી 60% કરતા પણ ઓછી નોંધાશે, તો તે શાળાની 100% ગ્રાન્ટ (Grant Cut) કાપી લેવામાં આવશે.
ગ્રામ્ય વિસ્તારો માટેના નિયમો (Rules for Rural Areas) ગામડાઓની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાં થોડી રાહત આપવામાં આવી છે, છતાં નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.
- ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં વિદ્યાર્થીઓની 55% હાજરી ફરજિયાત રાખવામાં આવી છે.
- જો કોઈ ગ્રામ્ય શાળામાં હાજરીનું પ્રમાણ 40% કરતા ઓછું જોવા મળશે, તો સરકાર દ્વારા કડક કાર્યવાહી કરીને તેમની 100% ગ્રાન્ટ અટકાવી દેવામાં આવશે.
આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર કાગળ પર ચાલતી શાળાઓ પર લગામ લગાવવાનો અને વિદ્યાર્થીઓ વર્ગખંડ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. હવે સંચાલકોએ ગ્રાન્ટ મેળવવી હશે તો વિદ્યાર્થીઓને શાળાએ લાવવા માટે વિશેષ પ્રયત્નો કરવા પડશે.




















