શોધખોળ કરો
Bad News: સબસિડીવાળા LPG સિલિન્ડર અને ATFની કિંમતમાં થયો તીવ્ર વધારો
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 02 Oct 2017 07:04 AM (IST)
1/5

એવિએશન ટર્બાઇન ફ્યૂલ હવે દિલ્હીમાં કિલોલીટરદીઠ રૂપિયા ૫૩,૦૪૫ના ભાવે મળશે. તેના ભાવમાં અગાઉના કિલોલીટરદીઠ રૂપિયા ૫૦,૦૨૦ની સરખામણીએ રૂપિયા ૩,૦૨૫નો વધારો થયો છે તેમ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને પ્રસિદ્ધ કરેલા એક જાહેરનામામાં જણાવાયું છે. અગાઉ પહેલી સપ્ટેમ્બરે એટીએફના ભાવમાં ચાર ટકાનો વધારો કરાયો હતો.
2/5

આ ઉપરાંત રાંધણ ગેસ પર માર્ચ સુધીમાં સબસિડી નાબૂદ કરવાના સરકારના નિર્ણયના ભાગરૂપે સિલિન્ડરદીઠ રૂપિયા ૧.૫નો વધારો કરાયો છે. હવે સબસિડીયુક્ત ૧૪.૨ કિલોગ્રામના ગેસ સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં હાલમાં રૂપિયા ૪૮૭.૧૮ના બદલે રૂપિયા ૪૮૮.૬૮માં મળશે. અગાઉ પહેલી સપ્ટેમ્બરે ગેસના ભાવમાં સિલિન્ડરદીઠ રૂપિયા સાતથી વધુનો વધારો ઝીંકાયો હતો.
3/5

ઉલ્લેખનીય છે કે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ૩૧ જુલાઇએ જાહેરાત કરી હતી કે સરકારી ઓઈલ કંપનીઓ આગામી વર્ષના માર્ચ સુધી દર મહિને ગેસના સિલિન્ડરના ભાવમાં આશરે રૂપિયા ચારનો વધારો કરીને સબસિડી નાબૂદ કરી દેશે. સરકારે જ્યારથી એલપીજી પરની સબસિડી નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે ત્યારથી તેના સિલિન્ડરના ભાવમાં આશરે રૂપિયા ૭૦નો વધારો કરાયો છે.
4/5

સરકારી માલિકીની ઓઇલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી અને એટીએફના ભાવમાં સુધારો કરે છે. દર મહિને રાંધણગેસના ભાવમાં સિલિન્ડરદીઠ રૂપિયા ચારનો વધારો કરવાના ઓઇલ મંત્રાલયના ૩૦ મેના આદેશ બાદ એલપીજીના ભાવમાં પાંચમી વખત વધારો કરાયો છે. હાલમાં દેશમાં સબસિડીયુક્ત એલપીજીના ૧૮.૧૧ કરોડ ગ્રાહકો છે. તેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ છેલ્લાં એક વર્ષમાં મફત કનેક્શન મેળવેલી ત્રણ કરોડ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સબસિડી વગરના કુકિંગ ગેસનો ઉપયોગ કરતાં વધુ ૨.૬૬ કરોડ વપરાશકર્તાઓ છે.
5/5

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલ બાદ હવે રાંધણ ગેસ તમારું બજેટ બગાડી શકે છે. રાંધણ ગેસ પર સબસિડી ખતમ કરવા માટે જે દર મહિને વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તે અંતર્ગત હવે સબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં 1.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત વિમાનના ઈંધણ જેટ ફ્યુઅલ(ATF)ના ભાવમાં છ ટકાનો તીવ્ર વધારો કર્યો છે. એટીએફના ભાવમાં ઓગસ્ટ બાદ સતત ત્રીજી વખત વધારો કરાયો છે, જેને કારણે તહેવારોના દિવસોમાં જ વિમાન મુસાફરી મોંઘી બની જશે. એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવાને કારણે કારણે સામાન્ય લોકોની રસોઇ વધુ મોંઘી બનશે. સબસિડી વગરના LPGના ભાવમાં પણ સિલિન્ડરદીઠ રૂપિયા ૧.૫૦નો વધારો કરાયો છે અને તે હવે રૂપિયા ૫૯૯માં મળશે.
Published at : 02 Oct 2017 07:04 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
બિઝનેસ
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી
બિઝનેસ
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
બિઝનેસ
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
બિઝનેસ
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે
ટ્રેન્ડિંગ સમાચાર






















