શોધખોળ કરો
Jioએ લાવેલા ‘અચ્છે દિન’ હવે પૂરા થશે! ખિસ્સા હળવા કરવા તૈયાર રહેજો....
1/4

જાણકારોનું માનીએ તો હાલમાં બજારમાં જિઓ ઉપરાંત એરટેલ અને વોડાફોન જ બે મોટી કંપની બચી છે. એવામાં ટેરિફ પ્લાનની કિંમત વધારવા માટે વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે, જોકે હજુ સુધી જિઓ, વોડાફોન, આઈડિયા કે એરટેલે આ મુદ્દે કોઈ નિવેદન આપ્યું નથી. અહેવાલ અનુસાર કંપની તેના માસિક પ્લાનની કિંમતમાં ભારે વધારો કરી શકે છે.
2/4

નવી દિલ્હીઃ વિતેલા બે વર્ષથી ટેલીકોમ બારમાં એક ટેરિફ વોર ચાલી રહ્યું હતું જે હવે ખત્મ થવાની કગાર પર છે. આ ટેરિફ વોર દરમિયાન તમામ ટેલીકોમ કંપનીઓએ એક પછી એક અનેક ઓફર્સ રજૂ કરી પરંતુ વિતેલા કેટલાક મહિનાથી બજારમાં સન્નાટો છવાઈ ગયો છે અને આ એ વાતના સંકેત આપે છે કે એક લાંબા મૌન બાદ હવે ડેટા પ્લાન અને ટેરિફ પ્લાનની કિંમતમાં વધારો થવાનો છે.
Published at : 10 Oct 2018 08:00 AM (IST)
View More





















