ટેલીકોમ ટોકના અહેવાલ અનુસાર આ ઓફર પ્રીપેડ અને પોસ્ટપેડ બન્ને યૂઝર્સ માટે છે. જણાવીએ કે, એન્ડ્રોઈડ યૂઝર્સ આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. ફ્રી ડેટા યૂઝર્સને વધારાના ડેટા તરીકે મળશે. જેની વેલિડીટી એક્ટિવ થયાના દિવસથી 30 દિવસની હશે.
2/3
ટેલીકોમ કંપની બીએસએનએલ પોતાની એપ ડાઉનલોડ કરવા પર યૂઝર્સને 1 જીબી ફ્રી ડેટા આપી રહી છે. ડેટા એન્ડ્રોઈડ યૂઝર્સને મળશે. જણાવીએ કે ફ્રી ડેટા એવા જ યૂઝર્સને મળશે જે પ્રથમ વખત માય બીએસએનએલ એપ ડાઉનલોડ કરી રહ્યા હોય. ફ્રી ડેટાની વેલિડીટી 30 દિવસની છે.
3/3
નવી દિલ્હીઃ પ્રાઈવેટ મોબાઈલ ઓપરેટર્સ આવ્યા બાદ બીએસએનએલ અનેક મામલે પાછળ રહી ગઈ છે. પરંતુ હવે બીએસએનએલ વાપસી માટે પૂરી રીતે તૈયાર છે. દિગ્ગજ ટેલીકોમ કંપનીઓને ટક્કર આપવા માટે બીએસએનએલ અનેક ટેરિફ પ્લાન જારી ચકી ચૂક્યા છે. આ ક્રમમાં બીએસએનએલને હવે પોતાની માય બીએસએનએલ મોબાઈલ એપમાં ફેરફાર કર્યા છે. સાથે જ કંપની પોતાના ગ્રાહકોને ફ્રી મોબાઈલ ડેટા પણ આપી રહી છે.