શોધખોળ કરો
રિલાયન્સ જિઓના મોબાઈલ ડેટા ચાર્જ જાહેર, સાવ મફતના ભાવે મળશે ઇન્ટરનેટ, કોલ મફત
1/5

જિઓ ટેરિફમાં યૂઝરને માત્ર એક સર્વિસ માટે રૂપિયા આપવા પડશે. તમને જિઓ-ટૂ-જિઓ સમગ્ર દેશમાં ફ્રી કોલ કરી શકશો. 30 હજાર સ્કૂલમાં ફ્રી વાઈ-ફાઈની સુવિધા મળશે. અમે દેશના દરેક વિદ્યાર્થીનું ખાસ ધ્યાન રાખીએ છીએ અને અમે તેના માટે એક ખાસ પ્લાનની જાહેરાત કરી છે. દરેક વિદ્યાર્થીને 25 ટકા વધારે ડેટા આપવામાં આવશે. જિઓએ પોતાના ડેટા ટેરિફ લોન્ચ કર્યા, જે અન્ય ટેલીકોમ કંપનીઓની તુલનામાં ખૂબ જ ઓછા છે.
2/5

તહેવાર પર દરેક ટેલીકોમ કંપનીઓ મેસેજના રૂપિયા બે ગણી કરી દેતી હતી અને અમે એવું નહીં કરીએ. દરેક યુઝરને 50 રૂપિયામાં 1 જીબી ડેટા મળશે. કોઈપણ નેટવર્ક પર રોમિંગ માટે ચાર્જ નહીં ચૂકવવો પડે. એટલે કે રોમિંગ સમગ્ર દેશમાં ફ્રી રહેશે. રિલાયન્સ જિઓ ડિસેમ્બર સુધી વોઈસ કોલ અને ડેટા ફ્રી આપશે. જિઓ પર તમે ટીવી, મૂવી જોઈ શકો છો અને મેગેઝીન પણ વાંચી શકો છો. 15 હજાર રૂપિયાની એપ સબ્સક્રીપ્શન અમે અમારા એક્ટિવ યુઝર્સને ફ્રીમાં આપશે.
Published at : 01 Sep 2016 12:09 PM (IST)
View More





















