મારુતિ સુઝુકીની અર્ટિગાની બીજી જનરેશનને ખૂબ જ સ્ટાઈલિશ બનાવવામાં આવી છે. તેને સ્પોર્ટી બનાવવામાં આવી છે. નવી અર્ટિગોને L, V, Z અને Z+ નામના ચાર વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવશે. નવી અર્ટિગામાં 1.5 લિટર પેટ્રોલ એન્જિન છે. આ જ એન્જિન સિયાઝમાં પણ છે. ડીઝલ એન્જિન જૂના મોડલવાળા 1.3 લિટર મલ્ટીજેટ જ રહેશે. બન્ને એન્જિનની સાથે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. પેટ્રોલ એન્જિન 105 પીએસના પાવર અને 138 એનએમ ટોર્ક જનરેટ કરે છે.
2/5
મારુતિની નવી અર્ટિગાના ફ્રન્ટમાં બોનટ પર શાર્પ કોર્નર તેને વધારે સ્ટાઈલિશ બનાવે છે. એલઈડીની સાથે 3ડી ટેલ લેમ્પ આપવામાં આવ્યા છે. નવી અર્ટિગાના ઇન્ટીરિયરને રોયર બનાવવામાં આવ્યા છે. ડૈશબોર્ડ પર વુડ ફિનિશિંગ અને કનેક્ટેડ વેન્ટ્સ આપવામાં આવ્યા છે. તેમાં ઓટોમેટિક ક્લાઈમેટ કન્ટ્રોલ ફીચર આપવામાં આવ્યું છે.
3/5
નવી અર્ટિગાની સાઈઝમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને જૂના મોડલથી તેની લંબાઈ 99 એમએમ તથા પહોળાઈ 5 એમએમ વધારે છે. ત્રીજી લાઈનમાં બેઠનાર વ્યક્તિને હવે વધારે લેગ સ્પેસ મળશે. આ કારનું વ્હીલબેસ 2740 એમએમ અને 32 લિટરની બૂટ સ્પેસ રાખવામાં આવી છે.
4/5
મારુતીનું આ નવું મોડલ ઈર્ટિગા વધારે પ્રીમિયમ અને સ્ટાઈલિશ લાગી રહ્યું છે. નવી અર્ટિગા વધુ ક્લાસિક અને મોટી દેખાઈ રહી છે. આ કારમાં ઓટોમેટિક ક્લાઈમેટ કન્ટ્રોલનું નવું ફીચર આપવામાં આવ્યું છે.
5/5
નવી દિલ્હીઃ મારુતી સુઝુકીની MPV ઓલ ન્યૂ અર્ટિગા (Ertiga) 2018ને 21 નવેમ્બરના રોજ લોન્ચ કરશે. તેની કિંમતનો ખુલાસો થઈ ગયો છે. એક મીડિયા અહેવાલ અનુસાર નવી અર્ટિગાના બેસ મોડલની કિંમત 33 હજાર રૂપિયા સુધી વધારે હશે. જ્યારે ટોપ મોડલની કિંમત 10.89 લાખ રૂપિયાની આસપાસ હોવાનો અંદાજ છે.