દરેક કેશવાનમાં એક ડ્રાઇવર સિવાય બે સિક્યુરિટી ગાર્ડ, બે ATM અધિકારી રાખવા ફરજીયાત હશે. એક હથિયારબંધ ગાર્ડ ડ્રાઇવર પાસે તેમજ અન્ય એક પાછળની સીટમાં બેસશે, જ્યારે ઓછામાં ઓછો એક હથિયાર બંધ ગાર્ડ તો હંમેશા કેશવાન સાથે રહેશે.
2/4
સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોકડ લઇ જતા વાહન સાથે 2 હથિયારબંધ ગાર્ડ રહેશે. તેમજ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ATMમાં સાંજે ચાર વાગ્યા સુધી રોકડ નાખવામાં આવશે. જ્યારે રોકડની દેખરેખ કરતી ખાનગી એજન્સીઓ બેંકો પાસેથી લંચ પહેલાં રોકડ સંગ્રહ કરી લેશે.
3/4
ગૃહમંત્રાલય તરફથી જાહેર સુચનામાં કહેવામાં આવ્યું છે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર 8 ફેબ્રુઆરી 2019થી લાગૂ થશે. કેશવાન, કેશવોલ્ટ અને ATM છેતરપિંડી તથા અન્ય આંતરિક છેતરપિંડીના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને આ પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે.
4/4
નવી દિલ્હી: બેંકોના ATMમાં રોકડ જમા કરવાને લઇને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. શહેરના કોઇપણ ATMમાં રાત્રે 9 વાગ્યા બાદ રોકડ નાખવામાં નહી આવે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના ATMમાં સાંજે 6 વાગ્યા બાદ કોરડ નહી નાખવામાં આવે. આ નિયમો ફેબ્રુઆરી 2019થી લાગૂ કરવામાં આવશે.