નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની ભાવમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 14 પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલ પ્રતિ લીટર 15 પૈસા મોંઘુ થયું છે. સોમવારે દિલ્હીમાં ડીઝલની કિંમત 69.64 રૂપિયાની ઉચ્ચ સપાટી પર હતા જે મંગળવારે વધીને 69.51 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયા છે. જ્યારે પેટ્રોલની કિંમત 77.96 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આવેલ તેજીનું કારણ નબળો પડતો રૂપિયો હોવાનું કહેવામાં આવી રહ્યં છે. રૂપિયો નબળો પડવાને કારણે ક્રૂડની આયાત મોંઘી બની છે.
2/4
અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં આજનો પેટ્રોલનો ભાવ 77.22 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 74.69 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે કોલકત્તામાં આજે ડીઝલની કિંમત 72.46 પ્રતિ લિટર છે જ્યારે સોમવારે આ કિંમત 72.31 રૂપિયા અને રવિવારે 72.16 રૂપિયા પ્રતિ લિટર હતી.
3/4
ચેન્નઇમાં ડીઝલની કિંમત આજે 73.54 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે સોમવારે 73.38 રૂપિયા પ્રતિ લિટર હતી. જ્યારે રવિવારે 73.23 રૂપિયા પ્રતિ લિટર હતા. મુંબઇમાં ડીઝલની કિંમત 73.90 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે સોમવારે 73.76 રૂપિયા પ્રતિ લિટર હતી.
4/4
કોલકત્તામાં આજે પેટ્રોલની કિંમત 80.98 રૂપિયા પ્રતિ લિટર થઇ ગઇ છે. જ્યારે સોમવારે આ કિંમત 80.84 રૂપિયા પ્રતિ લિટર હતી. મુંબઇમાં આજે પેટ્રોલના ભાવ 85.47 રૂપિયા પ્રતિ લિટર હતાં. સોમવારે અહીંયા પેટ્રોલની કિંમત 85.33 રૂપિયા પ્રતિ લીટર હતી. ચેન્નઇમાં આજે પેટ્રોલની કિંમત 82.09 રૂપિયા પ્રતિલિટર થઇ ગઇ છે જ્યારે સોમવારે 80.94 રૂપિયા પ્રતિ લિટર હતી. દિલ્હી, કોલકત્તા, મુંબઇ અને ચેન્નઈમાં પેટ્રોલ પોતાના સર્વોચ્ચ સ્તર પર 29 મેના રોજ હતા.