શોધખોળ કરો
કેન્દ્ર-રાજ્ય સરકારની જાહેરાત બાદ પણ ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ 5 રૂપિયા સસ્તું ન થયું! જાણો વિગતે
1/3

નોંધનીય છે કે, કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવમાં 2.5 રૂપિયાના ઘટાડાની જાહેરાત બાદ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાહત આપતા કહ્યું કે, ગુજરાત પણ પેટ્રોલ અને ડિઝલ બંન્નેની કિંમતોમાં 2.50 રૂપિયાનો ઘટાડો કરશે તેથી ગુજરાતમાં ગુરુવારે મોડી રાતથી પેટ્રોલ અને ડીઝલ 5 રૂપિયા સસ્તું થવાનું હતું પરંતુ ગુજરાતના લોકોને પૂરા 5 રૂપિયાનો ફાયદો મળ્યો નહીં.
2/3

આમ આ રાજ્યોમાં દેખીતી રીતે પેટ્રોલમાં 5 રૂપિયાનો ઘટાડો થવો જોઈએ. જોકે ગુજરાતની વાત કરીએ તો જાહેરાત પ્રમામે ભાવ ઘટાડાનો લાભ લોકોને મળ્યો નથી. કારણ કે ગુજરાતમાં કુલ 5 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો નથી. કારણ કે અમદાવાદમાં 5 રૂપિયાની જગ્યાએ પેટ્રોલની કિંમતમાં 4.59 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે. ભાવ ઘટાડાની જાહેરાત કરવામાં આવી હતી એ દિવસે અમદાવાદમાં પેટ્રોલની કિંમત 83.09 રૂપિયા હતી જે 4.59ના ઘટાડા બાદ 78.50 રૂપિયા થઈ છે. જ્યારે ડીઝલની વાત કરીએ તો તેમાં પણ 5ને બદલે 4.74 રૂપિયાનો ઘટાડો થયો છે. જે ગુરુવારે 80.98 રૂપિયા હતી અને 4.74 રૂપિયા ઘટીને શુક્રવારે 76.24 રૂપિયા છે.
Published at : 05 Oct 2018 02:29 PM (IST)
View More





















