શોધખોળ કરો
...તો હવે રવિવારે નહીં મળે પેટ્રોલ, 10 મે બાદ દર રવિવારે બંધ રહેશે પેટ્રોલ પંપ!
1/6

નવી દિલ્હીઃ પેટ્રોલ જીવનની એવી જરૂરિયાત બની ગઈ છે જેના વગર જીવન વિશે વિચારી પણ ન શકાય, અને તેનો અનુભવ પેટ્રોલ પંપની હડતાળ સમયે પણ થાય છે. પરંતુ હવે એવું થવા જઈ રહ્યું છે જેનાથી ઉપભોક્તાઓની મુશ્કેલી વધી શકે છે. પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના રાષ્ટ્રીય એક્ઝિક્યુટિવએ એક મોટો નિર્ણય લીધો છે. કુરુક્ષેત્રમાં થયેલી બેઠકમાં એસોસિએશનએ નિર્ણય લીધો છે કે 10 મે થી દર રવિવારે દેશભરના પેટ્રોલ પંપ બંધ રહેશે.
2/6

કુરુક્ષેત્રમાં થયેલી આ બેઠકમાં પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના મોટા પદાધિકારી પહોંચ્યા હતા. સાથે આ બેઠકમા ખાદ્ય પૂરવઠો અને વન રાજ્યમંત્રી કર્ણદેવ કંબોજ પણ પહોંચ્યા હતા. કંબોજે પેટ્રોલિયમ એસોસિએશનના પદાધિકારીઓ તરફથી આ બાબતે ચર્ચા કરી અને એમના આ નિર્ણય બાદ એમનાથી દરેક શક્ય એટલી મદદ કરશે એનું આશ્વાસન પણ આપ્યું.
Published at : 11 Apr 2017 12:18 PM (IST)
View More























