શોધખોળ કરો
મોદી સરકારના કાર્યકાળમાં બેંકોની NPAમાં 322%નો તોતિંગ વધારો, RTIમાં થયો ખુલાસો
1/3

આરટીઆઈના જવાબમાં રિઝર્વ બેંકે કહ્યું કે તેમની પાસે એનપીએનો આંકડો ડિસેમ્બર 2017 સુધીનો જ છે. જે પછીના આંકડા માટે રાહ જોવી પડે તે છે. આરબીઆઈએ જૂન 2014થી ડિસેમ્બર 2017 સુધીના આંકડા આપ્યા છે. જે મુજબ 30 જૂન 2014 સુધી સરકારી બેંકોની ગ્રોસ એનપીએ 2,24,542 કરોડ રૂપિયા હતા. જે વધીને 31 ડિસેમ્બર, 2017 સુધી 7,24,524 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. ચાક વર્ષ દરમિયાન સરકારી બેંકોની એનપીએમાં 322.21 ટકાનો વધારો જોવા મળ્યો છે.
2/3

આરટીઆઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને પૂછવામાં આવ્યું હતું કે જૂન 2014થી 2018 સુધી સરકારી બેંકોની એનપીએની શું સ્થિતિ છે. તેની સાથે જ કેન્દ્રીય બેંક પાસેથી આ જાણકારી માંગવામાં આવી હતી. આરટીઆઈના સવાલના જવાબમાં રિઝર્વ બેંકે કહ્યું કે એપ્રિલ 2014થી માર્ચ 2018 સુધી સરકારી બેંકોએ 1,77,931 કરોડ રૂપિયાની કુલ રિકવરી કરી છે.
Published at : 19 Sep 2018 02:59 PM (IST)
View More




















