Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા
દિલ્હીમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે, અહીં ભાજપના ઉમેદવાર તરવિંદર સિંહ મારવાહ જીત્યા છે.

Delhi Election Results: દિલ્હીમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે, અહીં ભાજપના ઉમેદવાર તરવિંદર સિંહ મારવાહ જીત્યા છે. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી મોટી જીત તરફ આગળ વધી રહી છે. 48 બેઠકો પર ભાજપ આગળ છે, જ્યારે 22 બેઠકો પર આમ આદમી પાર્ટી આગળ છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસનું ખાતું પણ નથી ખુલ્યું.
#WATCH | AAP candidate from Jangpura constituency, Manish Sisodia concedes defeat, says, "Party workers fought well; we all did hard work. People have supported us as well. But, I lose by 600 votes. I congratulate the candidate who won. I hope he will work for the constituency." https://t.co/szW8leInSp pic.twitter.com/B1VVvsbfNI
— ANI (@ANI) February 8, 2025
અત્યાર સુધીમાં ઘણી બેઠકો માટે વલણો સામે આવ્યા છે જેમાં ભાજપ 48 થી વધુ બેઠકો પર આગળ છે અને આમ આદમી પાર્ટી 22 થી વધુ બેઠકો પર આગળ છે. આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓ પણ ટ્રેન્ડમાં પાછળ છે, જેમાં અરવિંદ કેજરીવાલ, આતિશી અને સૌરભ ભારદ્વાજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અવધ ઓઝા પણ પટપડગંજ બેઠક પરથી પાછળ છે.
આ સીટ પર સિસોદિયા અને મારવાહ વચ્ચે જોરદાર ટક્કર હતી. પરંતુ છેલ્લા રાઉન્ડની મતગણતરી બાદ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી વિધાનસભા ચૂંટણી એટલે કે 2020માં સિસોદિયાએ પટપડગંજથી ચૂંટણી લડી હતી. પરંતુ આ વખતે તેઓ સીટ બદલીને પણ જીત નોંધાવી શક્યા નથી.
મુખ્યમંત્રી બનવાની રેસમાં આ નેતાઓ સૌથી આગળ
ભાજપની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત થઈ છે. હવે મુખ્યમંત્રી બનવાની રેસમાં ત્રણ નેતાઓના નામ સૌથી આગળ છે. નવી દિલ્હીથી અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી જીતી ગયેલા પરવેશ વર્મા સૌથી મોટો ચહેરો માનવામાં આવે છે. ભાજપ તેમના નામ પર પણ વિચાર કરી શકે છે. પરવેશ વર્માના પિતા સાહિબસિંહ વર્મા પણ દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પરવેશ વર્મા દિલ્હીથી સાંસદ પણ રહી ચૂક્યા છે.
ભાજપ દુષ્યંત કુમાર ગૌતમને મુખ્યમંત્રી બનાવી શકે છે. આનું સૌથી મોટું કારણ એ છે કે તેઓ દલિત સમાજમાંથી આવે છે અને પાર્ટીના જૂના કાર્યકર છે. ભાજપ હાઇકમાન્ડ પણ તેમના પર વિશ્વાસ કરે છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી પણ છે. દુષ્યંતને સામાન્ય રીતે શાંત સ્વભાવના માનવામાં આવે છે. દુષ્યંત કુમાર ગૌતમને મુખ્યમંત્રી બનાવીને ભાજપ દલિત સમાજને મોટો સંદેશ આપી શકે છે. દુષ્યંત કરોલ બાગથી ચૂંટણી લડી રહ્યા છે.
દિલ્હીમાં ભાજપ જીત તરફ... હવે આ 3 નેતાઓ વચ્ચે લાગી મુખ્યમંત્રી પદની રેસ, કાઉન્ટિંગમાં પણ છે આગળ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
